ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના વિમાનમથકને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, જાણો પછી શું થયું?

Text To Speech
  • એરપોર્ટને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ બે મુસાફરોની ધરપકડ 
નવી દિલ્હી,8 એપ્રિલ:  દિલ્હી પોલીસને 5 એપ્રિલે ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે મુસાફરો દ્વારા પરમાણુ બોમ્બથી એરપોર્ટને વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી, આથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે પોલીસ સ્ટેશનમાં કલમ 182/505(1)બી અંતર્ગત એફઆઈઆર નોંધાવી છે.

દિલ્હી પોલીસ દ્વારા ધમકી આપનારની કરાઈ ધરપકડ
દિલ્હીના ઈંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બે મુસાફરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેની દિલ્હી પોલીસ દ્વારા 8 એપ્રિલ સોમવારના રોજ જાણકારી આપવામાં  આવી છે. પોલીસે આ વિશે વધુ જણાવતા કહ્યું કે 5 એપ્રિલના રોજ દિલ્હીના એરપોર્ટ પર વિમાનમાં ચડતા પહેલા મુસાફરોની તપાસ ચાલી રહી હતી. એ સમયે બે મુસાફરોને સિક્યોરિટી સ્ટાફને એરપોર્ટથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
જોકે મહત્વનું એ છે કે દેશના પ્રમુખ અને સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન પામતું દિલ્હીના એરપોર્ટને આ પ્રકારની ધમકી મળવી એ એક પ્રકારનો ડરનો માહોલ ઉભો કરે છે. જોકે આ બાબતે પોલીસે ધરપકડ થયેલા બે મુસાફરો વિશે વધુ ખુલાસો નથી કર્યો.
Back to top button