ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી એરપોર્ટની વીજળી થઈ ગઈ ગુલ! અરાજકતાની સ્થિતિ સર્જાઇ, ઘણી ફ્લાઈટ્સ રદ્દ

Text To Speech
  • IGI એરપોર્ટ પર પાવર આઉટેજને કારણે તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી 

નવી દિલ્હી, 17 જૂન:  દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર બહાર આવ્યા છે. દિલ્હી IGI એરપોર્ટ પર આજે સોમવારે અચાનક પાવર ફેલ થતા અફરા-તફરીની સ્થિતિ સર્જાઇ હતી. પાવર આઉટેજને કારણે વિનાશક અસર થઈ હતી અને તમામ કામ ઠપ્પ થઈ ગયા હતા. પાવર ફેલ થવાના કારણે તમામ સિસ્ટમ ફેલ હોવાની માહિતી મળી છે. જેનાથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પણ અસર થઈ હતી. દિલ્હી એરપોર્ટ પર હાજર તમામ મુસાફરો આનાથી પરેશાન થઈ ગયા હતા.

 

અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થઈ હતી. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10 મિનિટથી વીજળી ગુલ થઈ ગઈ હતી. જેના કારણે એરપોર્ટ પર તમામ કામગીરી ઠપ થઈ ગઈ હતી. માત્ર મુસાફરો જ નહીં પરંતુ એરલાઈન્સના કર્મચારીઓ પણ પરેશાન હતા. મુસાફરો ચેક ઇન કરી શકતા નહોતા  અથવા સુરક્ષા ચેકિંગ કરાવી શકતા નહોતા.

એરપોર્ટ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો 

અચાનક વીજળી ગુલ થવાને કારણે એરલાઇન્સ ચેક-ઇન સિસ્ટમ, સુરક્ષા તપાસ માટે ઉપયોગમાં લેવાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) સહિત એરોબ્રિજની કામગીરી, ઇમિગ્રેશન બ્યુરોનું તંત્ર ઠપ્પ થઇ ગયું હતું. પરિણામે, કેટલાક એરપોર્ટ માટે દિલ્હી એરપોર્ટની ઓપરેશન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.

થોડા સમય પછી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી 

જો કે થોડીવાર પછી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ સિસ્ટમોને પુનઃપ્રારંભ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. જેના કારણે ફ્લાઈટ ઓપરેશન પુન: શરૂ થવામાં ઘણો સમય લાગ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ થવાની ઘટના એક દુર્લભ ઘટના છે.

આ પણ જુઓ: ટ્રેન દુર્ઘટનાનું કારણ મળ્યું જાણવા, મૃત્યુઆંક વધીને 15 થયો, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર

Back to top button