ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: હોસ્પિટલો પછી IGI એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી 

નવી દિલ્હી, 12 મે: દિલ્હીના બે અલગ-અલગ હોસ્પિટલોને ધમકી ભર્યા ઈમેઈલ કરવામાં આવ્યા છે. આ ઈમેલમાં હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. આ પછી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ ધમકી  ભરેલો ઇમેઇલ મળ્યો છે. જેની પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે. એક જ મેઈલ આઈડીથી હોસ્પિટલો અને એરપોર્ટને ઇમેઈલ કરવામાં આવ્યા છે.

દિલ્હીના બે અલગ-અલગ હોસ્પિટલોને ધમકી ભરેલો ઇમેઈલ મળ્યો છે. આ ઈમેઈલમાં હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હી ફાયર સર્વિસ પ્રમાણે, તેઓને બે હોસ્પિટલોથી ફોન આવેલા, પહેલો બુરારી સરકારી હોસ્પિટલથી અને બીજો મંગોલપુરીના સંજય ગાંધી હોસ્પિટિલથી. ઈમેઈલ મળ્યા પછી હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને આ અંગે માહિતી આપી છે, જે પછી પોલીસની ટીમ બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમો હોસ્પિટલ પહોંચી ગઈ હતી. દિલ્હી ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણએ આ મામલો હાલ તપાસ હેઠળ છે. સ્થાનિક પોલીસ હોસ્પિટલમાં તપાસ કરી રહી છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

‘IGI એરપોર્ટને પણ મળી હતી બોમ્બની ધમકી’

દિલ્હીની હોસ્પિટલ બાદ હવે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એક જ મેઈલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ મળ્યું નથી.

આ પહેલા બુધવાર, 1 મેના રોજ દિલ્હી-એનસીઆરની લગભગ 150 શાળાઓને બોમ્બની અફવા ધરાવતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ માટે ગુનેગારોએ રશિયન ઈમેલ સર્વિસનો ઉપયોગ કર્યો હતો. આ સર્વિસ યુઝર્સની ઓળખ છુપાવામાં મદદ કરે છે.

ઈમેલ મળ્યા બાદ પોલીસે તમામ શાળાઓમાં જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ડોગ્સ અને બોમ્બ સ્ક્વોડ સાથે શાળાઓમાં પહોંચી હતી. બાદમાં ખુલાસો થયો કે ધમકીભર્યો ઈમેલ નકલી હતો. પોલીસે પરિવારજનોને ગભરાશો નહીં તેવી અપીલ કરી હતી.

આપને જણાવી દઈએ કે દિલ્હીની શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં શાળા પાસેથી પૈસા પણ માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી મુદ્દે મોટો ખુલાસો થયો

Back to top button