ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: રાજ્યસભાની ત્રણેય બેઠક પર AAPના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં

Text To Speech
  • આમ આદમી પાર્ટીના સંજય સિંહ, સ્વાતિ માલીવાલ અને એનડી ગુપ્તા દિલ્હી રાજ્યસભા ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા

દિલ્હી, 12 જાન્યુઆરી: દિલ્હીની ત્રણ રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાય તે પહેલાં તેના પરિણામો જાહેર થઈ ગયા છે. કેમ કે રાજ્યસભાની ચૂંટણી 19 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ અન્ય હરીફોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા જે અપેક્ષિત હતું તે થયું અને AAPને કેન્દ્રશાસિત પ્રદેશની તમામ રાજ્યસભા બેઠકો પર આસાનીથી જીત મળી. આમ આદમી પાર્ટીના સંજય સિંહ, સ્વાતિ માલીવાલ અને એનડી ગુપ્તા રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયાં છે.

 

તમામે ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધા

મળતી માહિતી મુજબ દિલ્હીમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી માટે અન્ય ઘણા લોકોએ પણ નોમિનેશન ભર્યું હતું. જો કે ગુરુવારે ઉમેદવારી નોંધાવનાર અન્ય તમામ લોકોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. આ પછી સંજય સિંહ, સ્વાતિ માલીવાલ અને એનડી ગુપ્તા રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે.

સ્વાતિ માલીવાલ નવા સભ્ય

આમ આદમી પાર્ટીએ સંજય સિંહને રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ કર્યા છે. આ સાથે જ નારાયણ દાસ ગુપ્તાનું નામ પણ ફરી નોમિનેટ કરવામાં આવ્યું છે. AAPએ સાંસદ સુશીલ કુમાર ગુપ્તાની જગ્યાએ સ્વાતિ માલીવાલને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા હતા. સુશીલ કુમાર ગુપ્તાને હાલમાં હરિયાણાના પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પાર્ટીએ તેમને રાજ્યમાં યોજાનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.

આ પણ વાંચો: ચંદીગઢ મેયરની ચૂંટણી પહેલા AAP એલર્ટ, કાઉન્સિલરોને રિસોર્ટ મોકલી દિધા

Back to top button