ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીઃ મુંડકા આગમાં 27નાં મોત, અનેક લોકો ગુમ; NDRFની તપાસમાં વધુ કેટલાંક મૃતદેહના અવશેષો મળ્યાં

Text To Speech

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક ત્રણ માળની બિલ્ડિંગમાં શુક્રવારની સાંજે ભીષણ આગ લાગી હતી, આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 27 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 12 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોની સારવાર સંજય ગાંધી હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આગ પર સંપૂર્ણ કાબૂ શનિવારે વ્હેલી સવારે લેવાયો હતો. જો કે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. અનેક લોકો ગુમ થયા હોવાને કારણે પરિવારના લોકો તેમની તપાસ કરી રહ્યાં છે.

ઈમારતના બીજા માળે મૃતદેહના અવશેષ
NDRFની ટીમ આખી ઈમારતમાં તપાસ કરી રહી છે કે જેથી રહી ગયેલા મૃતદેહને કાઢી શકાય. આ વચ્ચે ઈમારતના બીજા માળેથી મૃતદેહના અવશેષ મળ્યા છે.

બાહરી જિલ્લાના DCP સમીર શર્માએ જણાવ્યું કે મુંડકામાં બચાવ અભિયાન હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 27 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

27માંથી 25 મૃતદેહની ઓળખ થઈ ગઈઃ DCP બાહરી જિલ્લા
બાહરી જિલ્લાના DCP સમીર શર્માએ જણાવ્યું કે મુંડકામાં બચાવ અભિયાન હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 27 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. NDRF તે વાતની તપાસ કરી રહી છે કે વધુ મૃતદેહ ઈમારતમાં તો નથી ને. 27માંથી 25 મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. બે અજ્ઞાત શબની ઓળખ માટે DNA સેમ્પલની મદદ લેવામાં આવશે. તો અત્યાર સુધીમા 27-28 લોકો ગાયબ થયા હોવાની ફરિયાદ પણ મળી છે.

પોતાના લોકોને શોધી રહ્યાં પરિવારના લોકો
મુંડકા દુર્ઘટનાના એક પીડિતે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “મારી પત્ની ગાયબ છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં તે સેલ્સ મેનેજર હતી. મેં તેની સાથે છેલ્લાં શુક્રવારે સાંજે 4-10 વાગ્યે વાત કરી હતી. મેં તેને ફરી ફોન કર્યો તો ફોન વાગી રહ્યો હતો પરંતુ કોઈએ ઉપાડ્યો નહીં.” તો અંજૂ નામની એક પીડિતાએ કહ્યું કે, “મારી ભત્રીજી ગાયબ છે, તે ત્રણ વર્ષથી આ બિલ્ડિંગમાં કામ કરતી હતી.”

અત્યાર સુધીમા 27-28 લોકો ગાયબ થયા હોવાની ફરિયાદ પણ મળી છે. જેને પરિવારના લોકો શોધી રહ્યાં છે.

CM કેજરીવાલ મુલાકાતે જશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 11 વાગ્યા મુંડકામાં આગ પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જેમને ગઈકાલ રાત્રે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તેઓ પણ CMની સાથે જાય તેવી શક્યતા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 11 વાગ્યા મુંડકામાં આગ પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે

શું હતી ઘટના?
દિલ્હી મુંડકા મેટ્રો સ્ટેશન નજીક આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવાર સાંજે આગ લાગી હતી. જોતજોતમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ લીધું કે તે ઘણી મોટી ઘટના બની ગઈ. આગ લાગ્યા બાદ દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 27 મૃતદેહ કાઢવામા આવ્યા છે. બિલ્ડિંગમાં સામાન ઘણો જ હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ આવી. બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસ હતી. અહીંથી લગભગ 150 લોકોના રેસ્ક્યૂ કરાયા છે. બિલ્ડિંગમાં ફંસાયેલા 9 જેટલાં ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય માટે 100 લોકો તૈનાત છે.ઈમારતના પહેલા માળે CCTVની ફેક્ટરી અને ગોદામ છે, તેમા લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું સમગ્ર બિલ્ડિંગને પોતાની ઝપટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરતા હતા. આગે વિકરાળ સ્વરૂપ લેતા બિલ્ડિંગની બારીઓ તોડીને ધુમાડાની વચ્ચે લોકોને JCB મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા, તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

આ કારણથી સ્થિતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઈમારતમાં જગ્યા ઓછી હતી અને વધારે સંખ્યામાં લોકો કામ કરતા હતા. આ સંજોગોમાં આગ લાગતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે લોકો ત્યાંથી ભાગી શક્યા ન હતા અને આ ઘટનાનો શિકાર બન્યા હતા. ગોદામમાં આગ લાગી અને ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું.

દિલ્હી મુંડકા મેટ્રો સ્ટેશન નજીક આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવાર સાંજે આગ લાગી હતી. જોતજોતમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ લીધું કે તે ઘણી મોટી ઘટના બની ગઈ

રાષ્ટ્રપતિ-વડાપ્રધાને શોક જાહેર કર્યો હતો
દિલ્હીમાં થયેલી દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ કહ્યું કે દિલ્હીમાં ભીષણ આગને લીધે લોકોના મોત થવાની ઘટનાથી ખૂબ જ દુખી છું. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી આશા રાખુ છું.

તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની અપાશે સહાયઃ PM
PMO તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય અપાશે.

Back to top button