બનાસકાંઠા : જિલ્લામાં ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા ગ્રામ સેવકોનો ડિગ્રી વિવાદ


- નવ ગ્રામસેવકોને કોર્ટના આદેશ બાદ છુટા કરાયા
બનાસકાંઠા 01 જુલાઈ 2024 : બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશ બાદ છુટા કરવામાં આવ્યા છે. જેમાં 2016-17 માં નિયમ અનુસાર સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પરંતુ 107 ઉમેદવારોમાંથી નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડીગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થયેલી હતી. કોર્ટમાં ચુકાદો આવતા તમામ નવ ઉમેદવારોને છુટા કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામસેવકોની ડીગ્રી BSC એગ્રિકલ્ચરની હોય મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટનો આદેશ આવ્યા બાદ તંત્ર દ્વારા તમામ 9 ઉમેદવારોને છુટા કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે એ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જે પૈકીના નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડીગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી જેના અનુસંધાને આગળની પ્રક્રિયા થતા નિયમ અનુસાર એમને છુટા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: જૂનાડીસા હાઈસ્કુલમાં નવા કાયદામાં અમલ ને લઈ અવેરનેસ કાર્યક્રમ યોજાયો