હરિયાળા ગુજરાતમાં વૃક્ષોનું નિકંદન, રાજ્યના ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો


ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને કારણે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. વૃક્ષ વાવેતર પાછળ વન પર્યાવરણ વિભાગ લાખો કરોડો રૂપિયાનું ધુમાડો કરે છે તેમ છતાંય ફોરેસ્ટ કવરમાં ઘટાડો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે. ખુદ રાજ્યવન પર્યાવરણ વિભાગના જ એક રિપોર્ટ મુજબ નર્મદા અમદાવાદ અને આણંદ જિલ્લામાં સૌથી વધુ ખુલ્લું જંગલ ઘટ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં 10 થી વધુ જિલ્લાઓમાં ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો છે.
ગુજરાતને હરિયાળુ રાજ્ય બનાવવાની વાતો કરવામાં આવી રહી છે. દર વર્ષે વન પર્યાવરણ વિભાગમાંથી રાજ્ય સરકાર કરોડો રૂપિયા બજેટ ફાળવે છે. રૂપાના વાવેતર પાછળ લાખો રૂપિયા ગ્રાન્ટ ખર્ચાઈ રહેશે તેમ છતાંય ખુલ્લું જંગલ ઘટી રહ્યું છે. વન પર્યાવરણ વિભાગના રિપોર્ટ કહે છે કે રાજ્યમાં 10 થી વધુ જિલ્લાઓ એવા છે જ્યાં જિલ્લા ત્રણેક વર્ષમાં ખુલ્લા જંગલના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં સૌથી વધુ ખુલ્લા જંગલનો વિસ્તાર ઘટ્યો છે.
આ ઉપરાંત ડાંગ, તાપી, વડોદરા, સુરેન્દ્રનગર, દાહોદ, ખેડા અને ભરૂચમાં પણ ખુલ્લું જંગલ ઘટ્યું છે. વધતા જતા કોંક્રિટના જંગલોએ વૃક્ષોનું કચ્ચરઘાણ કાઢ્યું છે. માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં ડાંગ, નર્મદા અને તાપી જેવા આદિવાસી વિસ્તારોમાં પણ જંગલ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ઘટી છે જે ચિંતાજનક છે. અત્યારે તું ગુજરાતની હરિયાળું બનાવવાની વાત હવામાં જ રહી ગઈ છે.
જંગલમાં આગ લાગવાની ઘટના પણ ખુલ્લા જંગલના ઘટતા વિસ્તાર માટે જવાબદાર પરિબળ છે. જોકે રાજ્ય વન પર્યાવરણ વિભાગ એ વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા માટે ખૂબ પ્રયત્નો આદર્યા છે. જંગલમાં ગેરકાયદેસર રીતે છતાં વૃક્ષ છેદન પર નજર રાખવામાં આવી રહી છે. મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષ ઉછેરવામાં આવી રહ્યા છે. જુનાગઢ, કચ્છ જિલ્લામાં ફોરેસ્ટ કવરમાં બમણો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ગાંધીનગર વલસાડ, જામનગર, મહેસાણા અમરેલી અને પંચમહાલમાં ખુલ્લા જંગલ વિસ્તારમાં વધારો થયો છે. સરવાળે ગુજરાતમાં કુલ ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો નથી. જો આ જ પરિસ્થિતિ સતત ચાલુ રહી તો આગામી દિવસોમાં આ બધા જિલ્લામાં ખુલ્લું જંગલનો નાશ થઈ જશે