ચાની વ્યાખ્યા બદલાઈ, ગ્રીન કે હર્બલ ટીને હવે ચા નહીં કહીં શકો, ગણાશે ગુનો

- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટતા કરી છે કે ફક્ત તે જ ઉત્પાદનને ‘ચા’ કહી શકાય જે Camellia sinensis પ્લાન્ટમાંથી બનાવવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ અરવલ્લીની વ્યાખ્યા બદલવાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે હવે ચાની વ્યાખ્યા Definition of tea changed પણ બદલી નાખી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટતા કરી છે કે ફક્ત તે જ ઉત્પાદનને ‘ચા’ કહી શકાય જે Camellia sinensis પ્લાન્ટમાંથી બનાવવામાં આવે છે. આ સાથે FSSAI એ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને કડક ચેતવણી આપી છે કે જડીબુટ્ટીઓ અથવા ફૂલોમાંથી બનેલા પીણાંને ચા કહેવું ગેરકાયદેસર છે એટલે કે Camellia sinensis પ્લાન્ટમાંથી ન બનેલી વસ્તુઓ એટલે કે જડીબુટ્ટીઓ અથવા ફુલોમાંથી બનેલા પીણાને ચા કહેવું ગેરકાયદે ગણાશે. જો હર્બલ અથવા ગ્રીન ટીને ચા તરીકે બ્રાન્ડ કરવામાં આવે છે, તો તે ભ્રામક જાહેરાત અને ખોટા લેબલિંગની શ્રેણીમાં આવશે.
24 ડિસેમ્બરના રોજ જારી કરાયેલા એક નિર્દેશમાં FSSAI એ જણાવ્યું હતું કે ઘણી કંપનીઓ ‘હર્બલ ટી’, ‘રુઇબોસ ટી’, ‘ફ્લાવર ટી’ વગેરે જેવા ઉત્પાદનો વેચી રહી છે, જે ખરેખર ચા નથી કારણ કે તે ચાના છોડ (કેમેલિયા સિનેન્સિસ) માંથી બનાવવામાં આવતી નથી. FSSAI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નિયમો અનુસાર ‘ચા’ શબ્દનો ઉપયોગ ફક્ત તે પીણાં માટે થઈ શકે છે જે Camellia sinensisમાંથી બનાવવામાં આવે છે. આમાં કાંગડા ટી, ગ્રીન ટી અને ઈન્સ્ટન્ટ ટી જેવી જાતોનો સમાવેશ થાય છે.
ચા નામનો ઉપયોગ ન કરો
FSSAI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચાના છોડમાંથી ન બનેલા હર્બલ અથવા વનસ્પતિ આધારિત પીણાંને ચા કહેવું ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે અને તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006નું ઉલ્લંઘન છે. ઓથોરિટીએ ઉત્પાદન, પેકિંગ, માર્કેટિંગ, આયાત, વેચાણ અને ઈ-કોમર્સમાં સંકળાયેલા તમામ વ્યવસાયોને આવા ઉત્પાદનો માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચા શબ્દનો ઉપયોગ કરવાનું ટાળવાનો નિર્દેશ આપ્યો છે. FSSAI એ રાજ્યના સત્તાવાળાઓને પણ આદેશ આપ્યો છે કે ઓનલાઈન વિક્રેતાઓ સહિત તમામ FBOs પર કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે.
તો શું પીણાંના નામ બદલવા પડશે?
આવા સંજોગોમાં હર્બલ ટી, ડિટોક્સ ટી અને ફ્લાવર ટી જેવા પીણાંના નામ હવે બદલવા પડશે. જ્યારે આ પીણાં બજારમાં રહેશે, પરંતુ હવે તે ચાના નામથી વેચાશે નહીં. FSSAI ના આ પગલાથી ચાની વ્યાખ્યા અંગે બજારમાં ચાલી રહેલી મૂંઝવણ દૂર થશે અને ગ્રાહકોને સમજવામાં મદદ મળશે કે તેમના કપમાં રહેલું પીણું વાસ્તવિક ચા છે કે ફક્ત હર્બલ ઇન્ફ્યુઝન. લાંબા સમયથી ચાને લઈને બજારમાં ભ્રમની સ્થિતિ બનાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડાયાબિટીસ થતા પહેલા દેખાય છે આ પાંચ લક્ષણો, ભૂલથી પણ નજરઅંદાજ ન કરશો












