ટોપ ન્યૂઝનેશનલ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

Text To Speech

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ અને કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાંક વિસ્તારોની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ જમ્મુમાં મહારાજા ગુલાબ સિંહની 200મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે અને સૈનિકો સાથે વાતચીત કરશે.

રાજનાથ સિંહ તેમની જમ્મુ અને કાશ્મીરની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યના કેટલાંક વિસ્તારોની મુલાકાત લેશે. આ દરમિયાન તે સૈનિકો સાથે વાતચીત કરતા જોવા મળશે અને દેશની સરહદોની સુરક્ષા વ્યવસ્થા સમીક્ષા કરશે. તેમજ સરહદ પરની સમસ્યાઓને દૂર કરવા માટે મંથન કરતા પણ જોવા મળશે.

જે બાદ શુક્રવારે રાજનાથ સિંહ જમ્મુમાં મહારાજા ગુલાબ સિંહની 200મી જન્મજયંતિના ‘રાજ્યભિષેક’માં હાજરી આપશે. જમ્મુના મહારાજા ગુલાબ સિંહ ટોપા રાજપૂત રજવાડાના પ્રથમ મહારાજા હતા, જેમણે જમ્મુ અને કાશ્મીરમાં ડોગરા વંશની સ્થાપના કરી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટર દ્વારા માહિતી આપતા ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે તે 16 જૂનથી જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે જશે.

Back to top button