ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કેનાલમાં માર્યો કૂદકો, શું છે કારણ?

Text To Speech

કંગાળ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે શોર્ટ્સ પહેરીને કેનાલમાં કૂદતા જોવા મળી રહ્યા છે. 73 વર્ષની ઉંમરમાં રક્ષા મંત્રી ખ્વાજાનો આટલો ઉત્સાહ જોયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોઈ તેમની બિરદાવી રહ્યુ છે તો કોઈ તેમની પ્રશંસા કરી રહ્યુ છે. વળી, તેમની છલાંગ પછી, આસપાસ ઉભેલા લોકો પણ જોરથી તાળીઓ પાડી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ઓક્ટોબરમાં સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના ગામ સિયાલકોટ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા. દરમિયાન, આસિફે તેમના સમર્થકોની વચ્ચે બ્રિફ્સ અને વેસ્ટ પહેરીને કેનાલમાં કૂદી પડ્યા. તેમણે લાંબા સમય સુધી નહેરના પાણીમાં તરીને સ્નાન કર્યું. લોકોના જણાવ્યા અનુસાર, ખ્વાજા આસિફે ગરમીથી રાહત મેળવવા માટે કેનાલમાં ન્હાવા પડ્યા હતા. આ ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે.

આ ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રની કલમ 144નું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. તે સમયે ખ્વાજા આસિફ જાહેર સભામાં ભાગ લીધા બાદ તેના મિત્રો સાથે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે સાંસદ મનશાઉલ્લાહ બટ્ટ, પૂર્વ ડેપ્યુટી મેયર બાબર ખાન, મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ચૌધરી તૌહીદ અખ્તર પણ હતા. તેમાંથી મોટાભાગના લોકોએ સિયાલકોટની મોત્રા કેનાલમાં નાહવા પડ્યા હતા.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકે કહ્યું તેમના ફેવરિટ ક્રિકેટરનું નામ, કોણ છે તે ભારતીય ખેલાડી?

 

Back to top button