હર્ષ સંઘવીની કામગીરીના રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યા વખાણ, કહ્યું આખા દેશમાં…


પાલઘર, 20 નવેમ્બર : આજે 20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જે સાંજે પૂર્ણ થઈ ગયું છે. પરંતુ તે પહેલાં આ ચૂંટણીમાં ગુજરાત માટે મોટી ઘટના બની છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પાલઘર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે ગત તા.16ના રોજ ત્યાં રક્ષામંત્રી રાજનાથસિંહની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેમણે ગૃહમંત્રીના જાહેર મંચ ઉપરથી ભરપૂર વખાણ કર્યા હતા.
હર્ષ સંઘવીના નિર્ણયની દેશભરમાં ચર્ચા થાય છે
રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, અહીંયા હર્ષ બસંઘવી ઉપસ્થિત છે. હું તેમને ઉભા થવાનું કહીશ. મારે તેમના વિષે એક વાત કહેવી છે. ગુજરાતના ગૃહમંત્રી આમ તો પોતાના રાજ્યમાં નિર્ણય લે છે પરંતુ તેમના નિર્ણયની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. મને વિશ્વાસ છે કે, તેઓ આ પ્રકારની સેવા કરતા રહેશે. આ નેતા દેશનું ભવિષ્ય છે.
આ પણ વાંચો :- ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જંત્રી માટે મુસદ્દો જાહેર: આ તારીખ સુધી વાંધા/ સૂચનો રજૂ કરી શકાશે