- માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાઈ હતી સુનાવણી
- 2 મેના રોજ ફરીથી સુનાવણી શરૂ કરાશે
- પૂર્ણેશ મોદીના વકીલે માગ્યો છે સમય
માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાહુલ ગાંધીને 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા તેમને સેશન્સ કોર્ટના આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. ત્યારે આજે કોર્ટે આ મામલે બંન્ને પક્ષોની દલિલો સાંભળીને આગામી 2 મે સુધી
જાણો રાહુલના વકીલે શું કરી હતી દલિલ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામા આવી હતી. આ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનું સિંઘવીએ હાઈકોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કરતા કહ્યું હતુ કે ‘દેશ માં 13 કરોડ મોદી છે કેમ કોઈએ ફરિયાદ કરી નથી’,’આ કોઈ ગંભીર ગુનો નથી તેને ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યો છે. રાજકીય કિન્નખોરી રાખી ફરિયાદ કરવામાં આવી છે. તેમજ વધુમાં સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે’ અને સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે. તેમ પણ રજૂઆત કરી હતી.
પૂર્ણેશ મોદીના વકીલે માગ્યો સમય
પૂર્ણેશ મોદીના વકીલે આ મામલે વધુ પુરાવા રજૂ કરવા માટે સમય માંગવામા આવ્યો હતો. જેથી કોર્ટે તેમને 3 દિવસનો સમય આપતા આગામી 2 મેના રોજ સુનાવણી કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
જસ્ટિસ ગીતા ગોપીએ પોતે અરજી સાંભળવાનો કર્યો હતો ઇનકાર
મહત્વનું છે કે, આ પહેલા સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. તેમજ જસ્ટિસ ગીતા ગોપીએ ‘નોટ બિફોર મી’ એટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે આજે હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાવામા આવી હતી.
આ પણ વાંચો : નડિયાદના મિલ રોડ પર આવેલી બેંકમાં ભયંકર આગ, તમામ સામાન બળીને ખાખ