નેશનલ

વધુ એક કોંગ્રેસ નેતા પર માનહાનિ કેસ, સંજીવની કૌભાંડમાં 25 એપ્રિલના સુનાવણી

રાજસ્થાનના CM અશોક ગેહલોતને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના માનહાનિ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી હાલ માટે રાહત મળી છે. હાલમાં, કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું નથી, પરંતુ દિલ્હી પોલીસને આ કેસની તપાસ કરવા સૂચના આપી છે. તપાસની દેખરેખ દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનરને સોંપવામાં આવી છે. જેમાં કોર્ટે દિલ્હી પોલીસને રિપોર્ટ કરવા કહ્યું કે શું અશોક ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવતને સંજીવની કૌભાંડના આરોપી તરીકે સંબોધ્યા છે કે નહીં. રાજસ્થાન CM અશોક ગેહલોતને સમન્સ પાઠવવાના બદલે કોર્ટે પોલીસને 25 માર્ચ સુધીમાં આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે નોંધ્યો હતો.

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષિત ઠરતા લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું ત્યારે કોંગ્રેસ રાજસ્થાન CM અશોક ગેહલોતની ચિંતામાં વધારો થયો છે. રાજસ્થાનના સંજીવની કૌભાંડને લઈને CM અશોક ગેહલોતે ઘણા મોટા આરોપો લગાવ્યા હતા. જવાબમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખવતે આરોપ લગાવ્યો કે CM ગેહલોતે આ કૌભાંડમાં માત્ર તેમનું નામ જોડવાનો જ પ્રયાસ કર્યો એવું નથી પરંતુ તેમને કેસમાં આરોપી તરીકે સીધુ સંબોધન પણ કર્યું. આ કિસ્સામાં, કેન્દ્રીયમંત્રીએ ગજેન્દ્ર સિંહ શેખવતે રાજસ્થાન CM અશોક ગેહલોત વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટની વિશેષ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો : અશોક ગેહલોતના નિવૃત્તિના નિવેદનનો અર્થ શું છે, પાયલટની ‘શક્તિ’ આગળ ઘૂંટણિયે પડ્યા

આગામી સુનાવણી  25 એપ્રિલે

કેસની સુનાવણી દરમિયાન, એવી અપેક્ષા હતી કે કોર્ટ ગેહલોતને સમન્સ પાઠવશે પરંતુ કોર્ટે કોઈ સમન્સ જારી કર્યું નથી. સુનાવણી દરમિયાન, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપતાં આગામી સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ આપી છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે દિલ્હી પોલીસે તપાસ કરીને જણાવવાનું રહેશે કે અશોક ગેહલોત વિરુદ્ધ લાગેલા આરોપોમાં કેટલી સત્યતા છે? આ તપાસને ન્યાયી રાખવા માટે કોર્ટે દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનરને આ તપાસની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તપાસની દિશા નક્કી કરતી વખતે કેટલાક મુદ્દા નક્કી કર્યા છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીનું સાંસદપદ ગયું ! લોકસભાના સભ્યપદેથી હટાવાયા

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસ તપાસના આદેશ કર્યા 

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું હતું કે શું અશોક ગેહલોતે મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને સંજીવની કૌભાંડમાં આરોપી તરીકે સંબોધ્યા હતા? શું અશોક ગેહલોતે કહ્યું કે સંજીવની કૌભાંડમાં ગજેન્દ્ર સિંહ શેખાવત પર લાગેલા આરોપો સાબિત થાય છે? આ સિવાય કોર્ટે પૂછ્યું કે શું સંજીવની કૌભાંડની તપાસમાં ગજેન્દ્ર સિંહ શેખાવત અથવા તેમના પરિવારના સભ્યોને દોષિત ઠેરવવામાં આવ્યા છે? દિલ્હી પોલીસ આ તમામ મુદ્દાઓની તપાસ કરશે અને 25 એપ્રિલ પહેલા કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ પછી જો જરૂર પડશે તો દિલ્હી કોર્ટ અશોક ગેહલોતને કોર્ટમાં બોલાવશે નહીંતર તેમને તેમના પર લાગેલા આરોપો પર જવાબ દાખલ કરવા માટે સમય આપવામાં આવશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી જ નહીં, અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના આ સાંસદો-ધારાસભ્યોની સભ્યતા પણ રદ થયેલ છે

શું છે સંજીવની કૌભાંડ

મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં સોસાયટી એક્ટ હેઠળ વર્ષ 2008માં એક પેઢી સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીનું રજીસ્ટ્રેશન થયું હતું. આ પછી પેઢીને 2010માં મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીમાં ફેરવવામાં આવી હતી. તે જ સમયે લોકોને સારા વળતરની લાલચ આપીને 900 કરોડથી વધુનું રોકાણ કરાવવામાં આવ્યું અને પછી આ પેઢીએ રોકાણની સમગ્ર રકમની છેતરપિંડી કરી. આ કેસમાં, રોકાણકારોની ફરિયાદના આધારે, રાજસ્થાન પોલીસે કેસ નોંધ્યો હતો અને આ સોસાયટીના પ્રથમ એમડી અને માસ્ટરમાઇન્ડ વિક્રમ સિંહની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધી પાસે સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ હવે કયો રસ્તો ?

CM ગેહલોત કેન્દ્રીય મંત્રીને ખેંચવાનો પ્રયત્ન

પહેલા આ કેસ માત્ર રાજસ્થાન પોલીસ પૂરતો સીમિત હતો, પરંતુ બાદમાં રાજસ્થાનના CM અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને તેમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓની જેમ તેમનો ગુનો પણ સાબિત થયો છે. તેણે પડકાર ફેંક્યો હતો કે જો તે નિર્દોષ છે તો ગરીબોના પૈસા આપવા કેમ આગળ નથી આવતા? આ પછી કેન્દ્રીય મંત્રીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

Back to top button