ઉત્તર ગુજરાત

ડીસા : ધર્મપરિવર્તન સામેની આક્રોશ રેલીમાં આગેવાનોએ આપ્યું અલ્ટિમેટમ, 24 કલાકમાં હિન્દુ પરિવારને વાજતે -ગાજતે મૂકી જાવ

Text To Speech

ડીસાના માલગઢ ગામના માળી સમાજના પરિવારના ધર્મ પરિવર્તનના મામલે પરિવારના મોભીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે, અને સમગ્ર માળી સમાજમાં રોષ વ્યક્ત થઇ રહ્યો છે. ત્યારે આ પરિવારના પડખે રહી હિન્દુ સમાજે શનિવારે વિશાળ રેલી કાઢી હતી. આ રેલીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પોતાના વાહનો લઈને મોટી સંખ્યામાં જોડાયા હતા.

Dessa Bandh Main 02

આ દરમિયાન ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી, ભાજપના અગ્રણી અને વકીલ કૈલાશભાઈ ગેલોત સહિત પાલનપુરથી વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો પણ આ રેલીમાં જોડાયા હતા. જ્યારે શહેરના મુખ્ય માર્ગો પરથી રેલી નીકળેલી પુનઃ સાઇબાબા મંદિર પહોંચી હતી. જ્યાં વિશાળ સંખ્યામાં લોકોએ માળી પરિવારની પડખે હોવાનું લોકોએ સમર્થન આપ્યું હતું. અહીંના ચોકમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ હિંદુ એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા.

Dessa Bandh Main 03

સાથે જ હિન્દુ આગેવાનોએ હિન્દુ પરિવારને લઈ જનારા વિધર્મીને 24 કલાકમાં વાજતે-ગાજતે તેના ઘરે મૂકી જાય તેવું અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારે લોકોની ભીડમાંથી ચીચીયારીઓ સાથે તેને સમર્થન આપવામાં આવ્યું હતું. આગેવાનો એમ પણ જણાવ્યું હતું કે, સરકાર પણ આ મુદ્દે કડક અપનાવે. જો ઢીલાસ મુકાશે તો હિન્દુઓ ચલાવી રહેશે નહીં. તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આગેવાનો ડીસા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે જવા નીકળ્યા હતા.

આ પણ વાંચો : ડીસા : હિન્દૂ સમાજની મહારેલીમાં 15 હજાર લોકો જોડાયા, ધર્મપરિવર્તનને લઈ લોકોમાં રોષ

Back to top button