ડી-માર્ટ સ્ટોરનો પ્રારંભ થતાં ડીસાના નાગરિકોને મળી રાહત

ડીસા, 28 માર્ચ, 2025: ડીસાના નાગરિકો માટે છેવટે રાહતની ક્ષણ આવી પહોંચી. D-Mart store in Deesa રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની સસ્તા ભાવે ખરીદી માટે હવે તેમને પોતાના નગરમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ છે.
પાલનપુર પછી ડીસામાં ડી-માર્ટની એન્ટ્રી થઈ છે. પરિણામે હવે ડીસા અને આસપાસના લોકો ડી-માર્ટમાંથી કરિયાણા સહિતની ચીજ-વસ્તુઓની સસ્તામાં ખરીદી શકશે. છેલ્લા થોડાં વર્ષથી જાણીતી કંપનીઓને ડીસામાં રહેલી વેપારની ઉજળી સંભાવનાઓ દેખાઈ છે અને તેથી વિવિધ બ્રાન્ડ્સ આ નગર ઉપર પોતાની પસંદગી ઉતારી રહી છે. કંપનીઓ પોતાના આઉટલેટ ઊભા કરવામાં રસ ધરાવી રહી છે. એક બિઝનેસમેનના પ્રયાસોથી ડીસામાં ડી-માર્ટની એન્ટ્રી થઈ છે. ડીસાવાસીઓ માટે આ આનંદના સમાચાર છે.

ડીસા પહેલાં પાલનપુરમાં ડી-માર્ટે તેનો સ્ટોર શરૂ કર્યો હતો. પાલનપુરવાસીઓ અને આસપાસનાં ગામડાંના લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે ડી-માર્ટની હાજરી ડીસા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ડીસા તાલુકામાં 124 ગામડાં છે. તેમાંથી કેટલાક ગ્રામીણ લોકોને ખરીદી કરવા માટે પાલનપુર પર નિર્ભર રહેવું પડે છે. પરંતુ હવે તેમની સમસ્યાનું નિરાકરણ થઇ ગયું છે. તેઓ ડીસામાં બનેલા ડી-માર્ટમાંથી સસ્તા ભાવે ખરીદી કરી શકશે.
ડીસામાં ડી-માર્ટ આવવાનો સીધો અર્થ વિકાસને વેગવંતો બનાવવાનો છે. હવે આજથી જ ડીસાવાસીઓ સહિત તેની આસપાસના વિસ્તારના લોકોને પાલનપુર જેવા મોટાં શહેરોની નિર્ભરતા ઓછી થઇ ગઈ છે. રાષ્ટ્રીય સ્તરની કંપનીઓના સ્ટોર અને આઉટલેટની એન્ટ્રીથી જમીનના ભાવ વધવાથી લઈને ડીસા તાલુકાના 124થી વધારે ગામડાંના લોકો માટે નાના-મોટા ધંધા અને નોકરીઓની તકોનું સર્જન થશે. જેનાથી વિકાસને વેગ મળશે. ડી-માર્ટ જેવા મોટા સ્ટોરની ડીસામાં એન્ટ્રી નાનીસૂની વાત નથી. જીવનને સરળ બનાવવાની સુવિધાઓ ઊભી થવા સહિત અનેક સકારાત્મક અસરો થશે. ડી-માર્ટની આસપાસ પણ અનેક લોકોને રોજગાર ધંધો કરવાની તકો ઊભી થશે.

ડી-માર્ટને ડીસામાં લાવવા અનેક લોકોની રહેલી છે મહેનત
મેગા મોલ ચેઇન D-Martના સ્થાપક રાધાક્રિષન દામાણીજી છે. આજે ભારતની સૌથી મોટી રિટેલ ચેઇન છે જેના આપણા દેશમાં જ 350 કરતાં વધુ મોલ્સ શહેરોમાં ખુલી ચૂક્યા છે. જોકે, ડીસા નગરમાં ડી-માર્ટ માટે પરવાનગી તેમજ કમ્પલાયન્સ સહિત અન્ય લાંબી કામગીરીમાં અનેક લોકોની મહેનત રહેલી છે. જેમાં ભરતભાઈ ગોસ્વામી, માનવભાઈ પઢિયાર, શૈલેષભાઈ ગૌસ્વામી, અનિરૂદ્ધભાઈ પઢિયાર, જિજ્ઞેશભાઈ, પુખરાજભાઈ, જિમીકભાઈ, હેમંતભાઈ, હરેશભાઈ, વિશાલભાઈ, સુરેશભાઈ, રાજીવભાઈ તથા ચિરાગભાઈએ મહેનત કરીને ડીસાની પ્રગતિને સુનિશ્ચિત કરી છે. આ તમામ લોકોએ ડીસામાં ડી-માર્ટને લગતા નિયમ અને માપદંડો અનુસાર પ્લેટફોર્મ તૈયાર કરવા સહિત, દસ્તાવેજ, ડોક્યુમેન્ટ વગેરેની તૈયારીઓમાં આશરે એક વર્ષ સુધીની અથાગ મહેનત લાગેલી છે.

જોકે, સૌથી અગત્યની વાત એ છે કે, ડીસામાં ડી-માર્ટનો સ્ટોર શરૂ થાય તેની વિચારણાથી માંડીને આજે જ્યારે તેનો ભવ્ય શુભારંભ થઈ ચૂક્યો છે ત્યાં સુધી જો કોઈ એક વ્યક્તિ અને કંપનીનું યોગદાન હોય તો તે છે બલરામભાઈ ભરતભાઈ પઢિયાર. બલરામભાઈ પઢિયારની કંપની ગેલપ્સ બિઝનેસ કોર્પોરેટ્સ દ્વારા જ ડી-માર્ટ માટે જમીનની ફાળવણીથી માંડીને રેકોર્ડ સમયમાં આ સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરવામાં અસાધારણ યોગદાન આપવામાં આવ્યું છે.

હવે જ્યારે ડીસામાં ડી-માર્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગૃહિણીઓ હજારો રૂપિયાની વાર્ષિક બચત કરી શકશે. એ જાણીતી વાત છે કે દેશભરમાં ડી-માર્ટ દ્વારા કરિયાણા સહિતના સામાનનું એકદમ સસ્તામાં વેચાણ કરવામાં આવે છે. ડી-માર્ટના દેશભરમાં અનેક આઉટલેટ છે. ડી-માર્ટ સીધી મોટી-મોટી કંપનીઓમાંથી મોટા જથ્થામાં ખરીદી કરતું હોવાને કારણે તેને સામાન સસ્તો પડે છે. આ પૉલીસીના કારણે માર્કેટના એમઆરપી રેટ કરતાં પણ ઓછી કિંમતે ડી-માર્ટ સામાનનું વેચાણ કરી શકે છે. હવે ડીસાના રહેવાસીઓ એક જ છત નીચે તેમની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ એકદમ ઓછા ભાવે ખરીદી કરી શકશે.
આ પણ વાંચોઃ ઘરના રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેંટ્સની જરૂર પડશે? સમય પહેલાં રાખો તૈયાર
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD