ન્યાયપાલિકા પર ભરોસો કરનારને આખરે 18 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. જેમાં ડિસામાં 2004ના વર્ષમાં રમેશભાઇ શાંતિજી ઠાકોર 20-10-2004ના રોજ ગાડી લઇ ડીસા બસ સ્ટેશન પાસે ઉભા હતા. ત્યારે એક પોલીસની ગાડી પાસે આવી હતી. જેમાંથી ડીસા શહેરના પોલીસ ઇન્સપેક્ટર આર.બી.યાજ્ઞીક તથા તેમની ગાડીનો ડ્રાઇવર ભગવાનસિંહ તથા કનકદાન ગઢવીએ ગાડીની નીચે ઉતરી રમેશભાઇ શાંતિજી ઠાકોરને કહ્યું હતુ કે ગાડી ચલાવે છે તો તું હપ્તો કેમ આપતો નથી.
આ પણ વાંચો: પ્રતિબંધ: ગુજરાતના આ વિસ્તારોમાં ડ્રોન ઉડાવ્યું તો થશે સજા
પરિવાર ઘટના સ્થળે આવી તેમને હોસ્પિટલ લઇ ગયા
હપ્તાની વાતથી રમેશભાઇએ હપ્તો આપવાની ના પાડતા પોલીસ ઇન્સપેક્ટર આર.બી.યાજ્ઞીક તથા તેમની ગાડીનો ડ્રાઇવર ભગવાનસિંહ તથા કનકદાન ગઢવીએ રમેશભાઇ શાંતિજી ઠાકોરને રોડ પર ખેંચીને ઢોરમાર માર્યો હતો. જેમાં રમેશભાઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને તેમના પરિવારને જાણ કરી હતી. જેમાં તેમનો પરિવાર ઘટના સ્થળે આવી તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. તથા પોલીસ સામે કોર્ટમાં રમેશભાઇ ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટોલટેક્સના નામે ઉઘાડી લૂંટ
પોલીસ ઇન્સપેક્ટર આર.બી.યાજ્ઞીકે મારા ખિસ્સામાંથી રૂપિયા લઇ લીધા
ડીસા કોર્ટમાં ફરિયાદ આપતા રમેશભાઇએ જણાવ્યું હતુ કે પોલીસ ઇન્સપેક્ટર આર.બી.યાજ્ઞીકે મારા ખિસ્સામાંથી રૂપિયા લઇ લીધા હતા. તથા 10 દંડા ગાડીના બોનેટ પર ઉંઘાડીને માર્યા હતા. તથા કહ્યું હતુ કે અહીં ગાડી ઉભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે. જેમાં પોલીસ સામે ફરિયાદ કેમ કરવી તેવી બીકે પણ ફરિયાદ કરી હતી. જેમાં હવે ફરિયાદીને ન્યાય મળ્યો છે તેનો સંતોષ છે.