બનાસકાંઠાઃ ડીસામાં માળી સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ, 30 નવયુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં
॥ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
દૂંદાળા દેવના આશીર્વાદ સાથે બનાસકાંઠાના માલગઢમાં માળી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે 14મેના દિવસે માલગઢની પરબડી મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળામાં માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા આ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં એકસાથે 30 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી શુભ સંસારની શરૂઆત કરી હતી.
સમૂહ લગ્નના મુખ્ય યજમાન હીરાબેન દેવચંદજી રઘાજી કચ્છવા પરિવાર બિરાજમાન થયા હતા. જ્યારે ગૌભક્ત છોગારામજી બાપુએ નવદંપતીઓને આર્શિવચન આપ્યા હતા.પોતાના જીવનની નવી શરૂઆત કરનાર 30 નવયુગલોને દાતાઓ દ્વારા એકબે નહીં અનેક ભેટ સોગાદો આપવામાં આવી. નાની-મોટી ભેટ સોગદો આપનાર દાતાઓને પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું.
સમૂહ લગ્નના મુખ્ય યજમાન
હીરાબેન દેવચંદજી કચ્છવા
ફુલચંદભાઈ દેવચંદજી કચ્છવા
સુરેશભાઈ દેવચંદજી કચ્છવા
જગદીશભાઈ દેવચંદજી કચ્છવા
મંગળસૂત્રના દાતા
હીરાબેન ગીગાજી ટાંક
મફતલાલ ગીગાજી ટાંક
બાબુલાલ ગીગાજી ટાંક
પરેશકુમાર ગીગાજી ટાંક
નવિનભાઈ ગોરધનજી ટાંક
ભોજન સમારંભ અને મંડપના મુખ્ય દાતા
દરગાજી પ્રતાપજી પ્રાગજી પઢીયાર પરિવાર, માલગઢ
બબીને પ્રતાપજી પઢીયાર
સણગારીબેન દરગાજી પઢીયાર
પંખુબેન મોતીલાલ
હંસાબેન મોહનલાલ
પંખુબેન મોતીલાલ
હંસાબેન મોહનલાલ
નયનાબેન નરસિંહભાઈ
ચેતનાબેન વિશાલભાઈ
હીરાલાલ બાબરાજી ખેતાજી દેવડા
હરીયાબેન બાબરાજી ખેતાજી દેવડા
કમળાબેન હીરાલાલ દેવડા
નટવરલાલ
ભરતભાઈ
દિનેશભાઈ
તિજોરીના દાતા
મણીબેન લાલાજી પરમાર-માલગઢ
બક્ષીભાઈ
કલ્પેશભાઈ
ચિરાગભાઈ
મહા માટલાના દાતાશ્રી
કૂંવરીબેન મંછાજી સાંખલા-દાંતીવાડા
પલંગના દાતા
પેપાબેન રાઈંગજી ગેલોત-ડીસા
ગાદલાના દાતા
ચંપાબેન બાબુજી કપુરજી ગેલોત
સીતાબેન ઉમાજી નરીંગજી ગેલોત
દિયોદરના શાસ્ત્રી રમેશચંદ્ર ભીખાલાલના વૈદાંત મંત્રોચ્ચાર સાથે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ પ્રસંગે માલગઢ ગામના મહીલા સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા, પૂર્વ સરપંચ સોમાલાલ કચ્છવા, મફતલાલ ટાંક, નેમાજી કે. પઢિયાર, મંચ સંચાલક ગણપતભાઈ એસ.ભાટી, પાટણના નાયબ કલેક્ટર દલપતભાઈ ટાંક, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કૈલાશભાઈ વી.ગેલોત, બનાસકાંઠા જિલ્લા ઉદ્યોગ સેલના પ્રમુખ સુખદેવભાઈ વી.ગેલોત, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન.ગેલોત, બનાસકાંઠા જિલ્લા પ્રભારી કિસાન મોરચાના કે.ટી.માળી, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ મળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, ભજનીક ગાયક કલાકાર પ્રકાશભાઈ માળી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
માળી સમાજના સમૂહ લગ્નનો મુખ્ય હેતુ
સમાજના સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજને સારી પ્રેરણા મળે, સમાજમાં સુધારો થાય, સમાજમાં અનેક વિવાદો, વ્યસનો, બદી દૂર થાય. સદાચાર, સંસ્કાર, વિનય, વિવેક, સમાજની એક્તા, કુળધર્મ, સમાજધર્મ, નારીધર્મ, પુરુષધર્મ જળવાઈ રહે. સંબંધીઓમાં સ્નેહ વધે, કુરિવાજો દૂર થાય, લક્ષ્મીનો દુરુપયોગ ન થાય તે હતો.