પાલનપુર: ફૂડ સેફટી વિભાગ દ્વારા થોડા સમય પહેલા બનાસકાંઠાની અલગ-અલગ વેપારી પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે લેબોરેટરી ની ચકાસણી બાદ આ સેમ્પલ ફેલ થતા ડીસા અને પાલનપુરની ચાર પેઢીઓને રૂ. ૨.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બનાસકાંઠાના અધિક કલેકટર એ. ટી. પટેલે વેજ ફેટ, લૂઝ મરચું સહિતના સેમ્પલ ફેલ થયા બાદ કેસો ચલાવીને દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
લૂઝ મરચું, વેજ ફેટ સહિતના સેમ્પલ ફેલ થયા હતા
પાલનપુરના ફૂડ સેફ્ટી વિભાગે થોડા સમય પહેલા અલગ -અલગ વેપારી એકમોમાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી. જે સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલ પૈકીના કેટલાક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ કેટલાક સેમ્પલ મિસ બ્રાન્ડ આવ્યા હતા. જે સેમ્પલ ગુણવત્તામાં ફેલ થયા હતા. તેવા વ્યાપારી એકમો સામે અધિક કલેકટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યા હતા. જેમાં ચાર વેપારી એકમો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
કોને કેટલો દંડ ફટકારાયો
(1 ) ગુંજન ભાનુપ્રસાદ જોશી, ડીસા (પ્રોટીન પાઉડર, મિસબ્રાન્ડ, રૂ. ૫૦ હજાર દંડ)
(2) ઇશ્વરભાઇ લાલજીભાઈ
પટેલ જે. આઈ. ફૂડ પ્રોડક્ટ, ડીસા (લૂઝ મરચું, સબ સ્ટાન્ડર્ડ, રૂ. 25 હજાર દંડ)
(3) લાલાભાઇ અમૃતભાઈ
પ્રજાપતિ, પાલનપુર (વેજ ફેટ, મિસ બ્રાન્ડ, રૂ. 50 હજાર દંડ)
(4) પ્રકાશભાઈ અમૃતભાઈ
કાનાબાર,ચડોતર (વેજ ફેટ, રૂ. 1 લાખ દંડ)