ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડીસા આગકાંડઃ ફરાર માલિકને શોધવા પોલીસ ટીમ રાજસ્થાન રવાના, CM દ્વારા વળતરની જાહેરાત

ડીસા, 1 એપ્રિલ, 2025: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટો બાદ લાગેલી આગને Deesa fire incident કારણે ઓછામાં ઓછા 18 માણસોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ આગકાંડ બાદ ગોડાઉનનો માલિક ફરાર થઈ ગયો છે અને તેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસની બે ટીમ બે અલગ અલગ દિશામાં તેને શોધવા રવાના થઈ છે. દરમિયાન, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઘટના અંગે પ્રતિભાવ આપ્યો હતો અને સાથે જ મૃતકોના પરિવાર તેમજ ઘાયલો માટે વળતરની જાહેરાત કરી હતી.

આ અગાઉ આજે સવારે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની દુર્ઘટના બની હતી. ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડાના એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં બપોર સુધીમાં મૃત્યુઆંક 18 થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ડીસાના ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લીધી હતી. (અહીં વાંચોઃ Video: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, મૃત્યુઆંક વધીને 18 થયો

દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણાએ માહિતી આપી હતી કે, ગોડાઉનનો માલિક ખૂબચંદ સિંધી ફરાર છે અને તેને ઝડપી લેવા બે ટીમોને સક્રિય કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ એમ ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે જ્યારે બીજી ટીમ અમદાવાદ પહોંચી છે. એસપીએ કહ્યું કે, આ ગંભીર ઘટના માટે જવાબદાર કોઇને છોડવામાં નહીં આવે અને શક્ય તેટલા વહેલા ધકપકડ કરીને વહેલી તકે કેસ ચાલે અને જવાબદારોને સજા થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.

બીજી તરફ રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને તેમજ ઘાયલોને આશ્વાસન આપ્યું હતું. તે સાથે મુખ્યપ્રધાન દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કેટલાક લોકોને એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે, વિસ્ફોટ સાથે આગ લાગી ત્યારે ગોડાઉનમાં 30-35 માણસો અંદર હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં સાબુ અને શેમ્પુ બનાવતી ફેકટરીમાં આગ, 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાયા

Back to top button