ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ડીસા : હિન્દૂ સમાજની મહારેલીમાં 15 હજાર લોકો જોડાયા, ધર્મપરિવર્તનને લઈ લોકોમાં રોષ

Text To Speech

પાલનપુર : ડીસાના માલગઢ ગામે એક પરિવારના ધર્મ પરિવર્તન બાદ પૈસાની માગણી કરતા ડીસામાં શનિવારે હિન્દુ સમાજ દ્વારા વિશાલ રેલી નીકળી હતી. ડીસા સાઈબાબા મંદિરના ચોકથી નીકળેલી રેલીમાં 15000 થી વધુ લોકો જોડાયા હતા. આ મામલાને લઈને ડીસા સંપૂર્ણ બંધ રહ્યું હતું. રેલીના બદલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Dessa Bandh 01

ડીસાના માલગઢ ગામે માળી સમાજના પરિવારના ધર્મ પરિવર્તન કરી વિધર્મીઓ દ્વારા રૂપિયા 25 લાખની માગણી કરાતા પરિવારના મોભીએ આપઘાતની કોશિશ કર્યા બાદ સમગ્ર માળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને શનિવારે હિન્દુ સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે સાંઈબાબા મંદિર પાસેથી એક વિશાલ રેલી શહેરના માર્ગો ઉપર નીકળી હતી.

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાની હેઠળ નીકળેલી આ રેલીમાં ડીસા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વાહનો લઈને આ રેલીમા ઉમટી પડીને રોષ વ્યક્ત કર્યો હતો. આ રેલીમાં હાથમાં કેસરી ધજા અને બેનરો સાથે વિધર્મી વિરુદ્ધ સૂત્રોચાર પોકારતા આ રેલી ચાર કિલોમીટર લાંબી નીકળી હતી.

Dessa Bandh 03

આ રેલીના પગલે ડીસા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અને મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી . જ્યારે બંધના અપાયેલા એલાનના પગલે શહેરના તમામ એસોસિએશનના દુકાનદારોએ સંપૂર્ણ બંધ પાળીને પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. અને રેલીને સમર્થન આપ્યું હતું.

Dessa Bandh 05

ડીસામાં રેલીના પગલે શહેરમાં માર્ગો બેરીકેડ કરાયા

ડીસામાં નીકળેલી હિન્દુ સમાજની રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેને પગલે પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે રેલી જે માર્ગો પરથી પસાર થઈ તે વિસ્તારના સંવેદનશીલ માર્ગો ઉપર બેરીકેટ લગાવવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ઠેર ઠેર પોઇન્ટો મૂકી લોકોની અવરજવર ઉપર નિયંત્રણ થઈ શકે તે રીતે પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કવાયત કરી હતી. શહેરમાં હાલમાં લોકોમાં એક જ ચર્ચા ચાલી રહી હતી કે, ધર્મ પરિવર્તનના આ પ્રકારનું કૃત્ય કોઈપણ રીતે ચલાવી શકાય નહીં તેમ જણાવીને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા.

Back to top button