દીપિકા પ્રેગનન્સીના આખરી ફેઝમાં, રણવીરનો હાથ પકડી પહોંચી સિદ્ધિવિનાયક મંદિર


- પ્રેગનન્ટ અભિનેત્રી દીપિકા પાદુકોણ પતિ રણવીરનો હાથ પકડી સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી હતી. દીપિકા તેની પ્રેગનન્સીના લાસ્ટ ફેઝમાં છે
7 સપ્ટેમ્બર, મુંબઈઃ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. અભિનેત્રી આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડિલિવરી કરશે. દીપિકા હાલમાં તેની પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે. આવી સ્થિતિમાં તેણે પતિ રણવીર સિંહનો હાથ પકડી મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે જઈને ગણેશજીના આશીર્વાદ લીધા છે
દીપિકા રણવીર સાથે મંદિર પહોંચી
6 સપ્ટેમ્બરના રોજ, દીપિકા અને રણવીર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાપ્પાના આશીર્વાદ લીધા. અભિનેત્રી લીલા રંગની બનારસી સાડીમાં જોવા મળી હતી. રણવીર તેની સાથે ઓફ-વ્હાઈટ કુર્તા પાયજામા લુકમાં જોવા મળ્યો હતો. અભિનેત્રી પરંપરાગત લુકમાં મંદિર પહોંચી હતી, જ્યારે રણવીર તેનો હાથ પકડીને તેને ભીડમાંથી બચાવીને સુરક્ષિત રીતે મંદિરની અંદર લઈ જતો જોવા મળ્યો હતો.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર આ કપલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કપલ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં એકસાથે પ્રવેશતા જોવા મળે છે. વીડિયોમાં દીપિકા-રણવીર સાથે ઘણા સિક્યોરિટી ગાર્ડ્સ પણ હાજર છે, જેઓ પ્રેગનન્ટ અભિનેત્રીને મંદિરની અંદર સાવધાનીપૂર્વક લઈ જતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે દીપિકા હાલમાં તેની પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે અને રિપોર્ટ્સ અનુસાર તેની ડિલિવરી સપ્ટેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં થઈ શકે છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની ડિલિવરી 28 સપ્ટેમ્બરે થશે. આ કપલે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ ડિવોર્સ પછી હની સિંહે આપ્યું નિવેદન, અલગ થયા પછી સ્વાસ્થ્યમાં સુધારો