મનોરંજન

‘પ્રોજેક્ટ K’ નો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક જાહેર, અભિનેત્રીએ કહ્યું …

Text To Speech

પ્રભાસ અભિનીત ‘પ્રોજેક્ટ કે’ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. તે જ સમયે, નિર્માતાઓએ નાગ અશ્વિનની એપિક સાયન્સ ફિક્શન ફિલ્મમાંથી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટણી પણ મહત્વની ભૂમિકામાં છે. નિર્માતાઓ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે પોસ્ટર સોમવારે સાંજે 5 વાગ્યે રિલીઝ કરવામાં આવશે પરંતુ તેમાં વિલંબ થયો.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)

જોકે, મોડી રાત્રે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને દીપિકા પાદુકોણનો ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “આવતીકાલ સારી થવાની આશા જાગી છે.” પ્રોજેક્ટ કે’ માંથી દીપિકા પાદુકોણનું ફર્સ્ટ લૂક પોસ્ટર વૈજયંતી મૂવીઝના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં દીપિકા પાદુકોણનો ઇન્ટેન્સ લુક દેખાઈ રહ્યો છે અને તે કંઈક તરફ નજર કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીના ચાહકોને દીપિકાનો આ લુક ખુબ જ પસંદ આવ્યો છે. 

આ પણ વાંચો :  શું સીમા હૈદર પાકિસ્તાની જાસુસ છે? UP ATSને મળી મહત્વની કડીઓ

Back to top button