ટ્રેન્ડિંગમનોરંજન

પહેલીવાર દીપિકા પાદુકોણે બતાવી બેબી બમ્પની ઝલક, વીડિયો વાયરલ

Text To Speech
  • બોલિવૂડની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. તેણે પોતાના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફેન્સ સાથે શેર કરી છે

24 મે, મુંબઈઃ બોલિવૂડનું ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પહેલી વખત પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. બોલિવૂડની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. તેણે પોતાના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફેન્સ સાથે શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીને પીળા રંગના સુંદર આઉટફિટમાં જોઈ શકાય છે. તેનો ચહેરો ગ્લો કરી રહ્યો છે. આ તસવીરોને ચાહકોનો અનહદ પ્રેમ મળી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટોશૂટની તસવીરો સિવાય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક્ટ્રેસનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલીવાર આ રીતે અભિનેત્રીએ પોતાના બેબી બમ્પની તસવીરો અને વીડિયો બતાવ્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

દીપિકા પાદુકોણે 29 ફેબ્રુઆરીએ પ્રેગનન્સીની જાહેરાત કરતા ડિલીવરી ડેટ સપ્ટેમ્બરમાં હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ અભિનેત્રીને અનેક જગ્યાએ સ્પોટ કરવામાં આવી છે, પરંતુ તેનો બેબી બમ્પ દેખાતો ન હતો. જ્યારે હાલમાં પતિ રણવીર સિંહ સાથે તે વોટ આપવા મુંબઈમા સ્પોટ થઈ ત્યારે તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો. આ સમયે પણ કેટલાક લોકોએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી, તો કેટલાકે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ રણબીર-આલિયા છોડશે ઘર, લગ્ન થયાં હતાં એ ઘરમાં નહિ રહે કપૂર પરિવાર!

Back to top button