‘દીપવીર’ની મન્નત પૂરી, બન્યા કિંગખાનના પાડોશી
બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તાજેતરમાં મુંબઈ ખાતેના અલીબાગમાં એક આલીશાન ઘર લીધું હતું. તેની કિંમત આશરે 119 કરોડ જણાવવામાં આવી રહી છે. આ મોંઘી પ્રોપર્ટીના કારણે બંન્ને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં હતા. તેમનું આ ઘર શાહરૂખ ખાનના બંગલા મન્નતની નજીક છે. સલમાનન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ પણ ત્યાં જ છે.
આ પાવર કપલે પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. જન્માષ્ટમીના શુભ અવસર ઉપર તેમણે પોતાના નવા ઘરમાં પૂજા રાખી હતી. તેની કેટલીક તસવીરો સામે આવી છે.
Deepika and Ranveer doing pooja for their new house ???????? pic.twitter.com/NaKK6x2PzW
— LYLIA ???? (@deepikamagical) August 19, 2022
ઈન્સ્ટન્ટ બોલિવુડના નામથી આ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, રણવીર અને દીપિકા પોતાના નવા ઘરમાં હવન કરતાં જોવા મળી રહ્યા છે. એક અન્ય ફોટોમાં તેઓ એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. આ સિવાય અન્ય એક તસવીરમાં રણવીર અને દીપિકાનો હાથ ઘરનો દરવાજો ખોલતા જોવા મળે છે. આ તસવીરો જોઈને કહી શકાય કે, કપલે પોતાના નવા ઘરમાં સંપૂર્ણ રીત-રિવાજો સાથે પ્રવેશ કર્યો છે.
Via Ranveer Singh on Instagram
A pooja for their new home ❤️ pic.twitter.com/cC9t9JIAkE
— Team DP Malaysia (@TeamDeepikaMY_) August 19, 2022
આ પોસ્ટ ઉપર ફેન્સની પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે. તસવીરોમાં દીપવીરના નવા ઘરની ઝલક જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. એક યુઝરે પોસ્ટ ઉપર કમેન્ટ કરીને લખ્યું હતું કે, ‘આપ દોનો કો નયે ઘર કી બધાઈ’. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘મુબારક હો’. તો વળી એક અન્ય યુઝરે કટાક્ષ કરતા લખ્યું હતું કે, ‘યહી ઘર ખરીદને મેં રણવીર કે કપડે ઉતર ગયે થે’.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટની ખૂબ જ ચર્ચા થઈ હતી. લોકોએ આ અંગે ઘણા મીમ્સ બનાવ્યા હતા.