દીપિકા પાદુકોણ Hyundaiની બ્રાન્ડ એમ્બેસેડર બનીઃ વ્યક્ત કરી ખુશી
- દીપિકા પાદુકોણે પણ Hyundai સાથે જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે. દીપિકા પહેલા બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન આ કંપની સાથે જોડાયેલો છે.
અગ્રણી ઓટોમોબાઈલ કંપની Hyundai Motor India એ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે. કંપનીએ લોકોને આકર્ષવા અને પોતાની કારના વેચાણમાં વધારો કરવા માટે આ નિર્ણય લીધો છે. દીપિકા પાદુકોણે પણ Hyundai સાથે જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે. દીપિકા પાદુકોણ પહેલા બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન આ કંપની સાથે જોડાયેલો છે.
Hyundaiના સીઈઓએ શું કહ્યું?
દીપિકાની નિમણૂક વિશે વાત કરતા, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના સીઈઓ તરુણ ગર્ગે કહ્યું, અમે અભિનેત્રી દીપિકા પાદુકોણને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મેળવીને આનંદની અનુભુતિ કરી રહ્યા છીએ. અમને આશા છે કે તેના આગમનથી કંપનીને ફાયદો થશે.
We welcome the global icon @deepikapadukone to the Hyundai family. Fasten your seatbelts for an ultimate drive!#Hyundai #HyundaiIndia #ILoveHyundai pic.twitter.com/DihCsUELq3
— Hyundai India (@HyundaiIndia) December 29, 2023
દીપિકાએ વ્યક્ત કરી ખુશી
દીપિકા પાદુકોણે કહ્યું, હું હ્યુન્ડાઈ સાથે જોડાઈને ખુશ છું. આવી બ્રાન્ડ સાથે જોડાવું સન્માનની વાત છે, જેની પાસે એવા વાહનો તૈયાર કરવાની સમૃદ્ધ વિરાસત છે, જે બહેતર પ્રદર્શનની સાથે સમયની કસોટી પર પણ ખરા ઉતરે.
Hyundai Creta Facelift આવતા વર્ષે થશે લોન્ચ થશે.
દીપિકા પાદુકોણને એવા સમયે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે જ્યારે કંપની તેની નવી 2024 Hyundai Creta Facelift કાર આવતા વર્ષે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, તેની ચોક્કસ લોન્ચ તારીખ હજુ સુધી ફાઈનલ નથી, પરંતુ Hyundaiની આ કાર નવી ડિઝાઈન અને દમદાર ફીચર્સ સાથે માર્કેટમાં આવશે તે કન્ફર્મ છે.
આ પણ વાંચોઃ