દીપિકાને આવ્યો ગુસ્સો, કહયું લોકોને મારી ખુશીની ઈર્ષ્યા
દીપિકા કક્કર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. દીપિકા કકરે થોડા મહિના પહેલા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હાલમાં, દીપિકા અને શોએબ ઇબ્રાહિમ આ તબક્કાને ખૂબ એન્જોય કરી રહ્યા છે અને ચાહકો સાથે તેમના જીવન સાથે સંબંધિત દરેક અપડેટ પણ શેર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે, અભિનેત્રીએ તાજેતરમાં શેર કર્યું હતું કે તેણીએ પોતાના વિશે વાંચેલી “સૌથી ક્રેઝી વસ્તુ” એ હતી જ્યારે કોઈએ દાવો કર્યો કે તે તેણીનો “નકલી બમ્પ” બતાવી રહી છે.
ટીવી ટાઈમ્સ સાથેની વાતચીતમાં દીપિકાએ કહ્યું કે સેલિબ્રિટી હોવાનો અર્થ એ નથી કે આપણે નારાજ ન થઈએ. દીપિકાએ કહ્યું, “અમને પણ ખરાબ લાગે છે. અમે અસ્વસ્થ થઈએ છીએ. મને લાગે છે કે મેં સાંભળેલી સૌથી ક્રેઝી વાત એ હતી કે હું નકલી બમ્પ બતાવી રહી છું.” દીપિકાએ કહ્યું કે તેણે કેટલીક કોમેન્ટ્સ ઓનલાઈન જોઈ હતી જેમાં કોઈએ કહ્યું હતું કે તે તેની પ્રેગ્નન્સીની નકલ કરી રહી છે.
આ પણ વાંચો : વિકી કૌશલ અને સારા પહોંચ્યા ઈન્દોર, પીઝા-ચાટની માણી મજા
કોઈએ એવું પણ લખ્યું છે કે તેણી તેના નકલી બમ્પ બતાવવા માટે ગાદલાનો ઉપયોગ કરી રહી છે. દીપિકાએ ઓનલાઈન ટ્રોલ વિશે વાત કરતા કહ્યું કે લોકો બીજાની સફળતાથી ઈર્ષ્યા અનુભવે છે અને તે જ વસ્તુ ઓનલાઈન પ્રતિબિંબિત થાય છે. તેણે કહ્યું, “મને લાગે છે કે આ બધા લોકોના જીવનમાં શાંતિનો અભાવ છે.”
આ પણ વાંચો : ‘રામાયણની સીતા’ દીપિકા ચિખલિયા 33 વર્ષ પછી નાના પડદા પર મળશે જોવા