અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: સર્વોદય યુથ વેલફેર સોસાયટી દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવનું આયોજન; 11 જોડા લગ્નગ્રંથિથી બંધાશે; સાંસદ દિનેશ મકવાણા રહ્યાં હાજર

Text To Speech

8 ડિસેમ્બર 2024 અમદાવાદ; શહેરના કાંકરિયા ખાતેનાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સર્વોદય યુથ વેલફેર સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલનાં સહકારથી સાતમો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાંથી જોડાઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ સેવાનો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લગ્નજીવનમાં મદદ કરી સામાજિક અને આર્થિક રીતે મદદ કરી ઉદાહરણ પૂરું પડાયું

1977થી સર્વોદય યુથ વેલફેર સમાજસેવા માટે કાર્યરત
સર્વોદય યુથ વેલફેર સોસાયટીનાં સ્થાપક અંબાલાલભાઈ પરમાર હમ દેખે ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સર્વોદય યુથ વેલફેર સોસાયટીની સ્થાપના નટુભાઈ પરમાર, કુસુમબેન રાઠોડની પ્રેરણાથી કરવામાં આવી હતી. જે 1977થી લઈને આજ દિન સુધી સેવા ભાવરૂપે કાર્યરત છે. અત્યાર સુધી કુલ 6 લગ્નોત્સવનું આયોજન અગાઉ કરાઈ ચૂક્યું છે અને આજે સાતમાં લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન ઉત્સવમાં કોઈપણ જોડાઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા નથી, અમારી સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ તેમજ લોકોએ મળીને આ સમગ્ર આયોજનનો ખર્ચ ઉપાડ્યો છે. સાથે લાયન્સ ક્લબનાં ડીસ્ટ્રીકટ ચેરપર્સન ગવર્મેન્ટ લાઇસનિંગ ઓફિસર લાયન ગીરીશભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે.

60 જોડાઓમાંથી 11ને સિલેક્ટ કરાયા
આ લગ્ન ઉત્સવમાં યુપી અને બિહારથી પણ લગ્નગ્રંથિમાં જોડાવા માટે ભાગ લીધો હતો. ખાસ કરીને દબાયેલા અને કચડાયેલા લોકો તથા પરિવારોના દીકરાઓને સમૂહ લગ્નમાં સહભાગી બનાવ્યા છે. આ લગ્ન ઉત્સવમાં ભાગ લેવા માટે 50થી 60 પરિવારોએ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો જેમાંથી સૌથી વધુ દબાયેલા અને કચડાયેલા 11 જોડાઓનો આ લગ્ન સોમા સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ જોડાઓને આશીર્વાદ દેવા માટે આવી પહોંચ્યા હતા.

Back to top button