ટોપ ન્યૂઝનેશનલ

સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ શૂટર દીપક મુંડી આખરે ઝડપાયો

Text To Speech

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ શૂટરને નેપાળથી પકડી પાડવામાં આવ્યો છે.  પોલીદિલ્હીસની સાથે પંજાબ પોલીસની સ્પેશિયલ સેલ પણ આ ઓપરેશનમાં સામેલ હતી. પોલીસે લોરેન્સ બિશ્નોઈના કુખ્યાત શાર્પ શૂટર દીપક મુંડી અને કપિલ પંડિતની ધરપકડ કરી છે.

દીપક મુંડી સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં વોન્ટેડ હતો. જે અંગે પોલીસે જણાવ્યું છે કે મુસેવાલાની હત્યા બાદ દીપક મુંડી ગુજરાતના ભુજમાં બાકીના શૂટરોથી અલગ થઈને પ્રિયવ્રત ફૌજી સાથે ભુજ ગયો હતો, પરંતુ સ્પેશિયલ સેલની ટીમ દરોડો પાડી શકે તેના એક દિવસ પહેલા તે ભુજના ઠેકાણાથી પણ નાસી છુટ્યો હતો.

કોણ છે દીપક મુંડી અને કપિલ પંડિત?:

સિદ્ધુ મુસેવાલાની હત્યા સમયે શૂટરોની બુલેરો કારમાં પ્રિયવ્રતા, અંકિત અને કશિશ સાથે દીપક મુંડી અને કપિલ પંડિત પણ હતો. મુંડી એકમાત્ર વોન્ટેડ શૂટર હતો, જેને પોલીસે ત્રણ મહિનાથી પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે અનેક વાર પોતાના ઠેકાણા બદલતો દીપક આજે પોલિસના હાથે લાગી ગયો હતો. તેમજ ગેંગસ્ટર કપિલ પંડિત વિરુદ્ધ હત્યા અને ખંડણીના પણ ઘણા કેસ નોંધાયેલા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં જોડાયા બાદ પંડિત ગુનાની દુનિયામાં મોટું નામ બની ગયો હતો. પોલીસને શંકા છે કે મુસેવાલાની હત્યા બાદ કપિલ પંડિતે જ હત્યારાઓને અન્ય રાજ્યોમાં સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં મદદ કરી હતી. શૂટરને સુરક્ષિત આશ્રય આપવાનું કામ કપિલ પંડિતનું હતું.

પંજાબના માણસામાં કરાઈ હતી હત્યા :

29 મેના રોજ પંજાબના માણસા જિલ્લામાં પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાએ 2022માં પંજાબની માનસા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. જોકે, તેઓ આમ આદમી પાર્ટીના વિજય સિંગલાની સામે ચૂંટણી હારી ગયા હતા. લોરેન્સ ગેંગે બંબીહા ગેંગની નજીક હોવાની શંકાએ મુસેવાલાની હત્યા કરી હતી. લોરેન્સ ગેંગનો દાવો છે કે મોહાલીમાં અકાલી નેતા વિકી મિડુખેડા અને ચંદીગઢમાં ગેંગસ્ટર ગુરલાલની હત્યાનો બદલો લેવા સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2021 માં, વિકી મિડુખેડાની મોહાલીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં SITએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં 36 માંથી 24 આરોપીઓના નામ આપવામાં આવ્યા છે. આમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, સચિન બિશ્નોઈ, ગોલ્ડી બ્રારના નામ પણ સામેલ છે.

આ પણ વાંચો:મા અંબાના ઘામમાં ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું: 13 લાખથી પણ વધુ ભક્તોએ દર્શન કર્યા

Back to top button