સ્પોર્ટસ

દીપક હુડાએ ફરી ફિફ્ટી ફટકારી, ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 જીતી

Text To Speech

આયર્લેન્ડ સામેની 2 ટી20 શ્રેણીમાં શાનદાર બેટિંગ કરનાર દીપકે ડર્બીશાયર સામેની પ્રેક્ટિસ મેચમાં પણ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 37 બોલમાં 59 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી ભારતે ડર્બીશાયરને 7 વિકેટે હરાવ્યું. આ પહેલા દીપકે આયર્લેન્ડ સામેની બીજી T20માં સદી ફટકારી હતી. જ્યારે પ્રથમ મેચમાં 47 રન બનાવ્યા હતા. તેણે વોર્મ અપ મેચમાં પણ આ જ ફોર્મ જાળવી રાખ્યું હતું. આ મેચમાં ભારતને 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દીપક ઉપરાંત સંજુ સેમસન 38 રન અને સૂર્યકુમાર યાદવે 36 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી.

T-20

ઈજાના કારણે આયર્લેન્ડ સિરીઝમાં ન રમી શકનાર ઋતુરાજ ગાયકવાડનું બેટ વોર્મ-અપ મેચમાં પણ શાંત રહ્યું હતું. તે 4 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. ઈજાના કારણે ઋતુરાજ પ્રથમ ટી20માં બેટિંગ કરી શક્યો ન હતો અને બીજી ટી20માં બહાર થઈ ગયો હતો. ભારતે ટેસ્ટ મેચ બાદ ઈંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી પણ રમવાની છે. પરંતુ, ઋતુરાજના ખરાબ ફોર્મે ભારતીય કેમ્પની મુશ્કેલી વધારી દીધી છે. આયર્લેન્ડ પ્રવાસ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની 5 T20 ઘરઆંગણે શ્રેણીમાં તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે સિરીઝમાં ફિફ્ટી ફટકારી હતી.

deepak hoodaa

ઉમરાન-અર્શદીપે 2-2 વિકેટ લીધી હતી
આ પહેલા ભારતીય કેપ્ટન દિનેશ કાર્તિકે ડર્બીશાયર સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ ચોક્કસ લાઇન લેન્થ સાથે બોલિંગ કરી હતી. ખાસ કરીને યુવા બોલર ઉમરાન મલિક અને અર્શદીપ સિંહનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બંનેએ 2-2 વિકેટ લીધી હતી. ઉમરાને 4 ઓવરમાં 31 રન આપ્યા તો અર્શદીપે 29 રન આપી ડર્બીશાયરના બે બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. અક્ષર પટેલ અને વેંકટેશ અય્યરે પણ 1-1 વિકેટ લીધી હતી. ડર્બીશાયરની આખી ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 150 રન બનાવી શકી હતી. જવાબમાં ભારતે 20 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

Back to top button