ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

દીપા કર્માકરે આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ સિનિયર નેશનલ ચૅમ્પિયનશિપમાં ટોચનું સ્થાન મેળવ્યું

Text To Speech

ભુવનેશ્વર (ઓડિશા), 04 જાન્યુઆરી 2024: ઑલિમ્પિયન દીપા કર્માકરે આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપના બીજા દિવસે 49.55 પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. મહિલા ટીમ કેટેગરીમાં રેલવે 182.60 પોઈન્ટ સાથે ચેમ્પિયન બન્યું જ્યારે મહારાષ્ટ્ર 169.95 પોઈન્ટ સાથે બીજા ક્રમે હતું. કલિંગા સ્ટેડિયમ ખાતે જિમ્નેસ્ટિક સેન્ટરમાં પશ્ચિમ બંગાળ 166.80 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું.

આઠ વર્ષ પછી દિપા ચેમ્પિયનશિપમાં પરત ફરી

ત્રિપુરાનું પ્રતિનિધિત્વ કરતી દીપાએ કુલ 49.55 પોઈન્ટ મેળવ્યા હતા. તેણે વૉલ્ટ પર 13.40, અનઈવન બાર્સ પર 10.65, બેલેન્સ બીમ પર 13.10 અને ફ્લૉર એક્સરસાઈઝ પર 12.40 પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. ઓલ-અરાઉન્ડ કેટેગરીમાં ટોચ પર રહેવા બદલ ખુશી વ્યક્ત કરતાં દીપાએ કહ્યું, હું આઠ વર્ષ પછી સિનિયર નેશનલ્સમાં સ્પર્ધા કરી રહી છું, હું જેને લઈ ખૂબ જ ખુશી અનુભવું છું અને હું આજે મારા પ્રદર્શનથી ખરેખર ખુશ છું. હું આવતીકાલે પણ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ.

રેલ્વેની પ્રણતિ દાસ (47.00) અને સ્વસ્તિકા ગાંગુલી (45.30) ઓલ-અરાઉન્ડ કેટેગરીમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી. પ્રણતિએ વૉલ્ટ પર 12.80, અનઈવન બાર્સ પર 10.60, બેલેન્સ બીમ પર 11.50 અને ફ્લૉર એક્સરસાઇઝ પર 12.10નો સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે તેની ટીમની સાથી સ્વસ્તિકે વોલ્ટ પર 12.80, અનઈવન બાર્સ પર 9.15, બેલેન્સ બીમ પર 11.70 અને ફ્લોર એક્સરસાઇઝ પર 11.65નો સ્કોર કર્યો હતો.

આ પણ વાંચો:  IND vs AFG: રોહિત અફઘાનિસ્તાન સિરીઝમાંથી T20 ક્રિકેટમાં પરત ફરશે!

Back to top button