ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

હાશ..! ઘટ્યું કોરોનાનું જોખમઃ હવે બુસ્ટર ડોઝ પર ફોકસ

Text To Speech

દેશમાં કોરોનાના સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે હવે લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો, નવા 2364 કેસ નોંધાય છે. તો 24 કલાકમાં કોરોના સંક્રમિત 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે કોરોનાથી મોતને ભેટનારા કુલ દર્દીઓની સંખ્યા 15,419 પર પહોંચી ગઈ છે.

કોરોનાથી હવે રાહત !
18મેના દિવસે દેશમાં કોરોનાના નવા 1829 કેસ નોંધાયા હતા અને 33 લોકોના મોત નિપજ્યા હતા. તમને જણાવી દઈએ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના સંક્રમણને લઈ રાહત જોવા મળી રહી છે. જ્યારે છેલ્લા કેટલાક સપ્તાહ પહેલા કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. જેને કોરોનાની ચોથી લહેર સમજવામાં આવતી હતી. જો કે, કેસ વધવાનો સિલસિલો અટકી ગયો અને હવે નવા કેસ પહેલાની સરખામણીએ ઓછા આવી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4 કરોડ 31 લાખ 29 હજાર 563 પર પહોંચી છે. તો કોરોનાથી થયેલા મોતનો આંકડો 5 લાખ 24 હજાર 303 થઈ ગયો છે.

બુસ્ટર ડોઝ પર ફોકસ

સંક્રમણ ઘટતા બુસ્ટર ડોઝ પર ફોકસ
કોરોનાના સંક્રમણને ઓછુ કરવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે, હવે લોકોને બુસ્ટર ડોઝ આપવા પર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો બુસ્ટર ડોઝ લઈ શકે છે. તેને લઈ સરકાર તરફથી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બીજો ડોઝ લીધાના 9 મહિના બાદ તમે ત્રીજો એટલે કે બુસ્ટર ડોઝ લઈ શકો છો. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર બહુ જલ્દી બીજો અને ત્રીજો ડોઝ લેવા વચ્ચેનો સમયગાળો ઘટાડી શકે છે.

મહત્વનું છે કે, દેશમાં 7 ઓગસ્ટ 2020માં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020માં 30 લાખ, 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી પણ વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના દિવસે 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના દિવસે 80 લાખ જ્યારે 20 નવેમ્બર 2020ના રોજ 90 લાખને પાર પહોંચી ગયા હતા.

18+ને કોરોનાનું કવચ

દેશમાં 19 ડિસેમ્બર 2020ના રોજ કોરોનાના કેસની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ હતી. ગત વર્ષે 4મેના દિવસે સંક્રમિતોની સંખ્યા 2 કરોડ અને 23 જૂન 2021ના રોજ 3 કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કોરોનાના કેસની સંખ્યા 4 કરોડથી પણ વધુ થઈ ગઈ હતી. ત્યારે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં લોકો રાહત અનુભવી રહ્યા છે.

Back to top button