ગુજરાતમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો, ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું
- શહેરના છૂટક બજારમાં પણ શાકભાજીના ભાવ બે ગણા વધ્યા
- વરસાદી સિસ્ટમના કારણે અલગ અલગ રાજ્યમાં ખેતીપાકને ભારે નુકસાન થઈ રહ્યું છે
- લોકોના ખિસ્સા પણ ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું
ગુજરાતમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેમાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયુ છે. તેમાં ભારે વરસાદથી શાકભાજીના પાકને મોટી નુકસાની થઇ છે. ઉત્પાદનમાં ઘટાડો થતા જ સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. સુરત APMCમાં 30થી 40 ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો. હવે તેના સ્થાને માત્ર 15 થી 20 ટ્રકો જ હાલ આવી રહી છે. લોકોના ખિસ્સા પણ ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.
વરસાદી સિસ્ટમના કારણે અલગ અલગ રાજ્યમાં ખેતીપાકને ભારે નુકસાન થઈ રહ્યું છે
છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડતા વરસાદથી અસર શાકભાજીના પાક ઉપર પડી છે. વરસાદી સિસ્ટમના કારણે અલગ અલગ રાજ્યમાં ખેતીપાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં રહેલો પાક લેવાનો સમય ખેડૂતોને મળ્યો નથી, જેના કારણે આખેઆખા પાકને નુકશાન જતા ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. જેની સીધી અસર સુરતની એપીએમસીમાં માર્કેટ અને છૂટક બજાર પર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં સસ્તા ભાવે મળતા શાકભાજીના ભાવ આસમાને પહોચી ગયા છે. આ સાથે જ મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિદિવસ શાકભાજીનો મોટો જથ્થો સુરતની એપીએમસી માર્કેટમાં ઠાલવવામાં આવે છે.
શહેરના છૂટક બજારમાં પણ શાકભાજીના ભાવ બે ગણા વધ્યા
મહત્વનું છે કે હાલ શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતાં સુરતની એપીએમસીમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. જેના કારણે શહેરના છૂટક બજારમાં પણ શાકભાજીના ભાવ બે ગણા વધ્યા છે, અને હવે ગૃહિણીઓએ શાકભાજીની ખરીદી પર કાપ મુકી રહી છે. એટલું જ નહીં પરંતુ શાકભાજીની સાથે જે કોથમીર વિના મૂલ્યે આપવામાં આવતી હતી તે કોથમીર પ્રતિ કિલોએ 300 રૂપિયાના ભાવ સુધી પહોંચી છે. અવિરત વરસાદથી શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. 20 રૂપિયે કિલોની કાકડીના ભાવ 60 રૂપિયા પહોચ્યાં છે. 30 રૂપિયે કિલો મળતા કાંદાના ભાવ ડબલ થયા છે. પખવાડિયા બાદ વધુ ભાવ વધવાના અણસાર છે. લીંબુના ભાવ 80 રૂપિયે હતા, જે 160 રૂપિયા થયા છે.