- વલ્લભવિદ્યાનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન
- અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વરસાદ પડવાની શક્યતા
- ડિસા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. તેથી ખેડૂતોની ચિંતા વધી છે. તેમજ 9.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ ડિસા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અને કંડલામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. જેમાં માવઠાની આગાહીને લઈ ઠંડીમાં ઘટાડો થયો છે. કંડલામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન છે. તેમજ કેશોદમાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં PM મોદી કરશે રોડ-શો, UAEના રાષ્ટ્રપતિ પણ સાથે હશે
વલ્લભવિદ્યાનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે. અમરેલીમાં 14 અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી સાથે વલ્લભવિદ્યાનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે જેના કારણે ઠંડી ઘટશે.
અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વરસાદ પડવાની શક્યતા
ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોનું હવામાન પલટાઈ શકે છે અને હળવો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે.