- કંડલા અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન
- જાન્યુઆરીમાં ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે
- પાટનગર ગાંધીનગરમાં પણ 15 ડિગ્રી તાપમાન
ગુજરાતની ઠંડીમાં ઘટાડો થયો છે. જેમાં નલિયામાં શહેરમાં સૌથી ઓછું તાપમાન રહ્યું છે. ત્યારે 11 ડિગ્રી તાપમાન સાથે લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેમાં દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
જાન્યુઆરીમાં ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે
હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. આ ડિસેમ્બર મહિનાનો માત્ર છેલ્લો એક દિવસ બાકી છે પરંતુ રાજ્યમાં જોઇએ તેવી ઠંડી પડી નથી. ત્યારે જાન્યુઆરીમાં ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ ભાગોમાં તાપમાનની વાત કરવામાં આવે તો કેશોદમાં પણ 14 ડિગ્રી, ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલી, રાજકોટ, પોરબંદરમાં 15 ડિગ્રી પર પહોંચ્યું છે. તો પાટનગર ગાંધીનગર અને ડિસામાં પણ 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે વડોદરામાં 17 અને અમદાવાદમાં 18 ડિગ્રા તાપમાન પહોંચતા દિવસ દરમિયાના ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે.
કંડલા અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન
કંડલા અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન સાથે કેશોદમાં 14 ડિગ્રી, ડિસામાં 15 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં પણ 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજકોટ, પોરબંદર, દિવમાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 16 ડિગ્રી, વડોદરામાં 17 અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન છે. ડિસેમ્બર મહિનાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ઠંડીમાં હજી પણ વધારો જોવા મળી રહ્યો નથી. રાજ્યમાં હજી પણ જોઇએ તેવી ઠંડી પડી નથી. રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જેની સાથે જ નલિયામાં પારો 11 ડિગ્રી પર પહોંચી ગયો છે તેમજ ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીથી પણ વધુ પહોંચ્યું છે. જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.