પાલનપુરના પાતાળેશ્વર મહાદેવને રૂ.6.51 લાખની ચલણી નોટોનો શણગાર
પાલનપુર: પાલનપુરના પ્રાચીન શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને શ્રાવણ માસ દરમિયાન ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોઇ શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને શણગારવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન શિવલિંગને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું.
રૂ.1 થી 500ની ચલણી નોટોથી કરાયો શણગાર
શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને ડાયફ્રૂટ, ફૂલો સહિત વિવિધ ચીજ વસ્તુઓથી શણગારવામાં આવે છે. ત્યારે અહીંના પ્રાચીનકાળના શિવલિંગને રૂ.1 થી લઈને રૂ.500 સુધીની ચલણી નોટથી શણગારવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા કુલ રૂ.6 લાખ 51 હજારની ચલણી નોટોથી શણગાર કરાયો હતો. શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભક્તજનો પણ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે.’
આ પણ વાંચો: સોનાલી ફોગાટને લઈને પોલીસનો દાવો છે, બળજબરીથી આપવામાં આવ્યું ડ્રગ્સ