નેશનલ

20 જૂનને વિશ્વ ગદ્દાર દિવસ જાહેર કરો; સંજય રાઉતે યુએનને પત્ર લખીને કેમ કરી આવી માંગ?

મુંબઈ: શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે 20 જૂનને ‘વિશ્વ દેશદ્રોહી દિવસ’ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. સંજય રાઉતે યુએનને લખેલો પત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી મહારાષ્ટ્રમાંથી લાખો લોકોની સહીઓ એકત્રિત કરશે અને 20 જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે જાહેર કરવાની માંગ સાથે સંયુક્ત રાષ્ટ્રને મોકલશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 20 જૂને જ શિવસેનાના 40 ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને લખેલા પત્રમાં સંજય રાઉતે કહ્યું કે જે રીતે વિશ્વ યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે તેવી જ રીતે 20 જૂને વિશ્વ દેશદ્રોહી દિવસની ઉજવણી થવી જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વમાં વિશ્વાસઘાતના ઘણા ઉદાહરણો છે અને મહારાષ્ટ્રના લોકોએ જૂન 2022માં પણ એક જોયું છે. આના કારણે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર (શિવસેના – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – કોંગ્રેસ)નું પતન થયું.

આ પણ વાંચો- અમદાવાદમાં આજે 146મી રથયાત્રા LIVE :  પાંચકુવા પહોંચ્યા જગન્નાથજી, રથયાત્રાના દર્શને ઉમટ્યા ભાવિકો 

સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને તોડવા માટે ભાજપે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો. તેમણે પત્રમાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પડી જાય તે સુનિશ્ચિત કરવા માટે ભાજપે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે જે 40 ધારાસભ્યોએ અમને ચાકુ માર્યું તેનું નેતૃત્વ એક અગ્રણી ધારાસભ્ય એકનાથ શિંદે (જે હવે મહારાષ્ટ્રના સીએમ છે) કરી રહ્યા હતા. તેમની સાથે 10 અપક્ષો પણ હતા, જેઓ એમવીએ સરકારને ટેકો આપી રહ્યા હતા.

સંજય રાઉતે ભાજપ અને બળવાખોર ધારાસભ્યો પર ઉદ્ધવ ઠાકરેની બીમારીનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે જવાની પ્રક્રિયા 20 જૂને શરૂ થઈ જ્યારે એકનાથ શિંદે અને અન્ય લોકો મુંબઈથી પડોશી રાજ્ય ગુજરાત ગયા. તેઓએ ઉદ્ધવ ઠાકરેને છોડી દીધા જેઓ બીમાર વ્યક્તિ હતા અને તેમની 12 નવેમ્બર અને 19 નવેમ્બર, 2021ના રોજ બે મોટી સર્જરી થઈ હતી. સંજય રાઉતે કહ્યું કે તેથી હું તમને અપીલ કરું છું કે 20 જૂનને વિશ્વ દેશદ્રોહી દિવસ તરીકે ઉજવો, જેમ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવું કરવું જોઈએ જેથી દુનિયા દેશદ્રોહીઓને યાદ કરે.

આ પણ વાંચો- ઈન્ડિગો એરલાઇન્સે સર્જ્યો રેકોર્ડ; 40 લાખ કરોડ રૂપિયામાં ખરીદશે 500 વિમાન

Back to top button