રાજ્ય ગૃહ વિભાગ દ્વારા 24 IPS અધિકારીઓને હૈદરાબાદ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગે બહાર પાડેલા આદેશ અનુસાર અમદાવાદ શહેરના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓ ઝોન-7ના ડીસીપી ભગીરથ સીંહ જાડેજા, ઝોન-2 જયદિપસીંહ જાડેજા, અત્યંત સંવેદનશીલ સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો.તેજસ પટેલ, આતંકવાદી અને દેશદ્રોહની પ્રવૃત્તિ અટકાવવાનુ કામ કરતી એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાનો સમાવેશ કરવામા આવ્યો છે.
45 દિવસ સુધી ટ્રેનીંગ અપાશે
હૈદરાબાદ ખાતે આ તમામ અધિકારીઓને 45 દિવસ સુધી ટ્રેનીંગ આપવામાં આવશે. જો કે આટલા લાંબા સમયગાળા માટે IPSની જગ્યાઓ ખાલી ન રાખી શકાય તે માટે તેમના સ્થાને અન્ય અધિકારીઓને તેમનો ચાર્જ સોંપવાનો નકકી કરી દીધો છે. અમદાવાદ શહેરના ઝોન-7વિસ્તારના ડીસીપી ભગીરથસીંહ જાડેજાના તાબામાં આવતાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાઇપ્રોફાઇલ લોકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ રહેતા હોવાથી તેમનો ચાર્જ ક્રાઇમ બ્રાંચના ઇકોનોમિક સેલના ડીસીપી ભારતીબેન પંડ્યાને સોપવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.
ક્યાં અધિકારીઓને કોનો ચાર્જ સોંપવામાં આવ્યો
બીજી તરફ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઝોન-2 ડીસીપી જયદિપસીહ જાડેજાનો ચાર્જ ટ્રાફિક ડીસીપી અને સ્વરછ પ્રતિભા ધરાવતા તેમજ દેશના યંગેસ્ટ અધિકારી તરીકે જાણીતા શફિન હસનને સોપાશે તેમ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ખેડા ડીએસપી રાજેશ ગઢીયાનો ચાર્જ નડીયાદ ડીવાયએસપી વી.આર બાજપાઇનો સોંપવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતનો ચાર્જ લઠ્ઠાકાંડના કારણે વિવાદમાં આવેલા વિરેન્દ્રસિંહ યાદવને સોપવામાં આવ્યો છે.
ટ્રેનિંગ માટે જનાર અધિકારીઓ
IPSનુ નામ | કયાં ફરજ બજાવે છે |
મનોહરસીંહ જાડેજા | ગીર-સોમનાથ |
તેજસ પટેલ | સાબરમતી જેલ સુપ્રિટેન્ડન્ટ |
રાહુલ પટેલ | તાપી-વ્યારા |
જયદિપસીહ જાડેજા | અમદાવાદ ઝોન-2 |
એન્ડુઝ મેકવાન | હથિયારી એકમો ગાંધીનગર |
હીમાંશુ સોલંકી | ગોધરા |
વિજય પટેલ | પાટણ |
ભગીરથસીહ જાડેજા | અમદાવાદ ઝોન-7 |
રાજેશ ગઢીયા | ખેડા |
પન્ના મોમૈયા | વડોદરા ઝોન-4 |
રવિરાજ જાડેજા | ડાંગ-આહવા |
ડો. હર્ષદ પટેલ | ગાંધીનગર અધિક તકનિક સેવાઓ |
મુકેશ પટેલ | સીઆઇડી ક્રાઇમ |
ચિંતન તરૈયા | સી.એમ સિકયુરિટી |
ભગીરખસીંહ ગઢવી | સુરત ઝોન-2 |
ઉમેશ પટેલ | આઇ.બી વડોદરા રીજીયન |
ડો. રાજદીપસીંહ ઝાલા | વલસાડ |
ડો. હરપાલસીંહ જાડેજા | વડોદરા સેનાપતિ જુથ 1 |
હરેશ દુધાત | સુરેન્દ્રનગર |
હર્ષદ મહેતા | સુરત ઝોન-5 |
કીશોર બળોલીયા | બોટાદ |
જયરાજસીંહ વાળા | એસઓજી અમદાવાદ |
પીનાકીન પરમાર | સુરત ઝોન-3 |
રૃષિકેષ ઉપાધ્યાય | નવસારી |