ગુજરાતટોપ ન્યૂઝ

સમગ્ર રાજ્યમાં બપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય, ટ્રાયલ સફળ થશે તો સમય લંબાવાશે

Text To Speech

અમદાવાદઃ કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે 1થી 4 વાગ્યા દરમિયાન અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હવે સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે.

ટ્રાયલ સફળ થશે તો સમય લંબાવાશે
હાલ અમદાવાદમાં વાહનચાલકોને ગરમીમાં સિગ્નલ પર ઊભું રહેવું ન પડે તે નિર્ણય લેવામાં આવ્યો હતો. 60 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાથી ટ્રાફિક નિયમનમાં કોઈ મુશ્કેલી કે અવરોધ આવે છે કે કેમ તેનો બે દિવસની ટ્રાયલ દરમિયાન અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ જો આ વ્યવસ્થા સફળ જણાશે તો તેનો સમય લંબાવવામાં આવશે.

આ દરમિયાનમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં બે દિવસની ટ્રાયલના રિપોર્ટ બાદ તેના આધારે સમગ્ર રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે.’
Back to top button