અમદાવાદની કાલુપુર પબ્લિક સ્કૂલ બંધ કરવાનો નિર્ણય,વાલીઓમાં રોષ, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના તંત્ર પર આક્ષેપ
અમદાવાદની કાલુપુર પબ્લિક સ્કૂલ વિવાદમાં આવી છે. કાલુપુર પબ્લિક સ્કૂલ તાત્કાલિક ધોરણે બંધ કરવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. આ સ્કૂલની સ્થિતિ ભયજનક હોવાથી શાળાને બંધ કરવા મનપા અને સ્કૂલ બોર્ડે નોટિસ મોકલી આપવામા આવી છે. અને અહી ભણતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહી તેમ માટે વિદ્યાર્થીઓને આસપાસની બે શાળાના વિકલ્પ પણ આપવામા આવ્યા છે.
કાલુપુર પબ્લિક સ્કૂલને બંધ કરવાનો નિર્ણય
અમદાવાદમાં કાલુપુર પબ્લિક સ્કૂલ તાત્કાલિક ધોરણે બંધ કરવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે આ અંગે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને વાલીઓ એકાએક સ્કૂલ બંધ કરવાના તંત્રના નિર્ણય સામે સવાલ ઉભા કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતુ કે આ શાળામાં માત્ર એક જ માળની હાલત ખરાબ છે. બાકી સંપૂર્ણ શાળાની સ્થિતિ સારી છે.
તંત્ર પર લગાવ્યા આક્ષેપો
ગ્યાસુદ્દીન શેખ અને વાલીઓએ જણાવી રહ્યા છે. કે જ્યારે શૈક્ષણિક સત્રને 20 દિવસનો સમય બાકી છે ત્યારે શાળા ખાલી કરવા આદેશ આપવામા આવ્યો છે. આ સાથે તેઓએ રમઝાન અને પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને ખોટી રીતે પરેશાન કરાતા હોવાના આક્ષેપ કર્યો છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે આક્ષેપ કર્યો છે કે, દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈનના ઇશારે કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલને બંધ કરવાની નોટીસ આપવામા આવી છે.