કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનના ડાયવર્ઝનનો નિર્ણય મોકૂફ

Text To Speech
  • સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનના બદલાયેલા રૂટને બદલે તેના નિર્ધારિત રૂટ પર દોડાવવાનો નિર્ણય.

પશ્ચિમ રેલવે ભાવનગર: પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464)ને ડાયવર્ટ કરાયેલા રૂટ પર 27.10.2023 સુધી ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, અપરિહાર્ય કારણોસર રેલવે દ્વારા બ્લોક લેવાનો નિર્ણય મોકૂફ (Postpone) રાખવામાં આવ્યો છે. આ કારણોસર વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન હવે તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને દોડશે. એ જ રીતે જબલપુરથી ચાલતી ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ જબલપુર-ઇટારસી-ભોપાલ થઈને દોડશે.

આ ટ્રેનના સંચાલન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જૂઓ અહીં

Back to top button