બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નિર્ણય : બંધ થયેલી જાહેર હરાજીથી પ્લોટ ફાળવણી ફરી શરૂ કરાશે
પાલનપુર, બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભા હોલ ખાતે યોજાઇ હતી.જેમાં કોંગ્રેસ ભાજપના સભ્યો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા હતા.જેમાં લાંબા સમયથી ગામડામાં બંધ પડેલ પ્લોટના જાહેર હરાજીની યોજનાને ફરી ચાલુ કરી લોકોને પ્લોટ મળી રહે તે દિશામાં વિચારણા કરાઇ હતી.
બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ વારકીબેન પારઘીના અધ્યક્ષ સ્થાને અને ડીડીઓ સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતીમાં જિલ્લા પંચાયતના હોલમાં યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા રજુ કરાયેલા આઇસીડીએસ,બાંધકામ,
આરોગ્ય, સમાજ કલ્યાણ સહીતના જુદા-જુદા વિભાગના પુછવામાં આવેલા 14 ઉપરાંતના પ્રશ્નનો અધિકારીઓ દ્વારા સંતોષકારક ઉત્તર આપવામાં આવ્યા હતા.તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા પહેલા ગામડાઓમાં જાહેર હરાજી કરી જરૂરીયા મંદ લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવતી હતી.જેમાં વર્ષ 2018માં એક પરીવારને વધુ પ્લોટ આપવામાં આવ્યા હોવાથી તે સમયથી હરાજી બંધ હતી.જે સભ્યોની રજુઆતને ધ્યાને લઈ ફરીથી શરૂ કરવા વિચારણા કરવામા આવશે