ગુજરાતટોપ ન્યૂઝ

સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં હવે ફરજીયાત વૃક્ષારોપણ માટે નિર્ણય: મંત્રી મુકેશ પટેલ

  • નવી સોસાયટીમાં ફરજીયાત વૃક્ષારોપણ માટે નિર્ણય લેવાશે
  • ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટ કોન્ક્લેવ
  • પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામા છોડાય તેવા પ્રોજેક્ટ બનાવ્યાઃ મૂળુ બેરા

ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત સરસાણા ખાતે આયોજિત એન્વાયરમેન્ટ કોન્ક્લેવમાં ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ મંત્રી મુળૂભાઇ બેરાએ રાજ્યના ઉદ્યોકારોને રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવા અપીલ કરી હતી અને ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણની જાણવળી માટે સરકારની નીતીઓ વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો: વિશ્વની સૌથી મોટી BJP પાર્ટીને સૌથી નાની પાર્ટી AAPનો ડર: નેતા ધર્મેશ ભંડેરી

પર્યાવરણની જાળવણી સાથે સરકાર ઉદ્યોગોનો ટકાઉ વિકાસ કરવા માટે પ્રયાસરત

મંત્રી મુળૂભાઇ બેરાએ જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી સાથે સરકાર ઉદ્યોગોનો ટકાઉ વિકાસ કરવા માટે પ્રયાસરત છે. નવા સાત સીઇટીપી પ્લાન્ટ અને આઠ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રગતિમાં છે. જર્મની, જાપાન જેવા દેશો આજે ભારત સાથે હાથ મિલાવવા તૈયાર છે. ગુજરાતના દરેક સીઇટીપી પ્લાન્ટથી નીકળેલા પાણીને ટ્રીટમેન્ટ બાદ દરિયામા છોડી શકાય તેવી વ્યવસ્થા સરકાર કરી રહી છે. બેરાએ ઉદ્યોગકારોને ગુજરાત અને તમિલનાડૂની સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમમાં સહભાગી થવા માટે જણાવ્યુ હતું.

આગામી સમયમાં દેશની 40 ટકા વસ્તીને પાણીની તકલીફ પડશે

રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે પાણીનું મહત્વ સમજાવતા કહ્યુ કે પાણીની જરુરિયાત વધી રહી છે તે જોતા આગામી સમયમાં દેશની 40 ટકા વસ્તીને પાણીની તકલીફ પડશે. તેથી ભૂગર્ભમાં પાણીને ઉતારીને જળની સપાટી ઉપર લાવવી પડશે.કોન્ક્લેવમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને સંબોધિત કરતા પટેલે જણાવ્યું હતું કે સરકાર પહેલા પીવા માટે પાણી આપે છે, પછી ખેતી અને ઉદ્યોગોને આપે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર નેટ ઝીરો હાંસલ કરવાની દિશામાં કામ કરી રહી છે. નવી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં હવે ફરજીયાત વૃક્ષારોપણ માટે નિર્ણય લેવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલથી ચાલતી ગાડીઓની સંખ્યા વધી

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ભારતમાં વસતિ વધારાને લીધે પેટ્રોલ-ડીઝલથી ચાલતી ગાડીઓની સંખ્યા વધી રહી છે. જેને લીધે વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડની માત્રા વધી રહી છે અને ગરમી પણ વધી રહી છે. આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા રિસાયક્લિંગ ઓફ વેસ્ટ વોટર્સ પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી સહિત અને ઇલેક્ટ્રીક વ્હીકલ વપરાશની નીતીઓ બનાવાઇ રહી છે.

Back to top button