ડીસામા કિસાન સંઘની મળી બેઠક, ખેડૂતોએ કરી માંગ!


પાનપુલર: ખેડૂતોની માંગણીને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે પાંચ દિવસથી ચાલી રહેલા ધરણા કરી રહ્યા છે ત્યારે હોય કિસાન સંઘ દ્વારા તાલુકે- તાલુકે કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં સરકાર સમક્ષ તેમની માંગમાટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં ડીસા તાલુકા કિસાન સંઘ દ્વારા પણ સરકાર તેમની રજૂઆત નહીં સાંભળે તો દૂધ, શાકભાજીનું વિતરણ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.
ડીસામાં ખેડૂતોની મળેલી બેઠકમાં ખેડૂતોએ કાઢ્યો બળાપો
ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્ને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. હાલ ખેડૂતોની હાલત કફોળી અબી છે. એક તરફ જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ વઘી રહ્યા છે ત્યારે બીજીતરફ ખાતર, દવાઓ, બિયારણો સહિતની ચીજ વસ્તુઓમાં પણ અસહ્ય ભાવ વધારો થતા ખેડૂતોની હાલત દુષ્કર બની છે.જ્યારે મીટર આધારિત પાણી વિતરણ વ્યવસ્થાથી ખેડૂતોને સિંચાઈ કરવી ખૂબ જ મોંઘી પડી રહી છે. આ તમામ પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘના ટોચના નેતાઓ છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે. તેમના સમર્થનમાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકે -તાલુકે કાર્યક્રમ યોજાયા હતા.
આ પણ વાંચો: તરણેતરના ‘ભાતીગળ મેળા’નો આજથી આરંભ
ડીસામાં ખેડૂતોની મળેલી બેઠકમાં ખેડૂતોએ કાઢ્યો બળાપો
જેમાં ડીસા તાલુકા કિસાન સંઘ દ્વારા રાણપુર રોડ પર આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજમાં બેઠક યોજાઇ હતી . બેઠકમાં પોતાનો
બાળાપો વ્યક્ત કરી ભાજપ સરકારને કિસાનોએ બેસાડી છે. ત્યારે હવે સરકાર કિસાનોની વાત સાંભળવા તૈયાર નથી. અને ખેડૂતોના પ્રશ્નોનું કોઈપણ નિવારણ લાવતી નથી. જેથી આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેમજ ગામડામાંથી શહેરોમાં આવતા દૂધ, શાકભાજી, અનાજ પણ બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ખેડૂત આગેવાનોએ ઉચ્ચારી હતી.