ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, રાહુલ ગાંધી રહેશે હાજર

Text To Speech
  • મણીપુર હિંસાને લઈને વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની માંગ કરી હતી, જેમાં 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવવા હતી. જેનો આજે પહેલો દિવસ.
  • કેન્દ્ર સરકાર સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યાથી લોકસભામાં ચર્ચા શરૂ થશે. ભાજપ તરફથી નિશિકાંત દુબે અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરી શકે છે.

લોકસભા: મણીપુરમાં કેટલાય સમયથી હિંસા ચાલી રહી છે, એવામાં PM મોદી આ મુદ્દે કંઈજ બોલી રહ્યા નથી તેવા વિપક્ષના આક્ષેપો તેમના પર લાગ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદના ચોમાસા સત્રમાં એટલે કે 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવવાની છે, જેમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવનો પહેલો દિવસ છે ત્યારે કોંગ્રેસ વતી રાહુલ ગાંધી રહેશે હાજર.

કેમ માંગ કરવામાં આવી હતી અવિશ્વાસ પ્રસ્તાવની?

મણીપુર હિંસા મુદ્દે વિપક્ષ પોતાની માગ પર અડગ હતો અને હંગામો મચાવતો હતો. વિપક્ષને આ મુદ્દે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો વિચાર આવ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ અંગે ગૃહમાં ચર્ચા કરશે. તે જાણે છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. કેમકે સરકાર પાસે સંખ્યા છે, પરંતુ તેના દ્વારા અમે મણિપુર પર અમારા મંતવ્યો રજૂ કરી શકીશું, ચર્ચા થશે અને પછી વડાપ્રધાને મણીપુર હિંસા મુદ્દે જવાબ રજુ કરશે.

આ પણ વાંચો: દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં પાસ, ‘INDIA’ને ફટકો, સરકારની તરફેણમાં 131 અને વિરોધમાં 102 મત

Back to top button