ગુજરાત

ગુજરાતના પોલીસ બેડામાં ચર્ચા: તરલ ભટ્ટને પકડવામાં ATSના હાથ ટૂંકા પડયા!

  • તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત શરૂ
  • તરલ ભટ્ટ બિન્દાસપણે 26મી સાંજના 5.11 વાગ્યા સુધી વોટ્સએપ પર ઓનલાઇન
  • PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે

ગુજરાતના પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે કે તરલ ભટ્ટને પકડવામાં ATSના હાથ ટૂંકા પડયા છે. આતંકીઓને શોધનાર ATSના હાથ તરલ ભટ્ટને પકડવામાં ઊણા ઊતર્યાં છે. 26મી જાન્યુઆરીએ 12.35એ FIR થઇ હતી. જેમાં તરલ ભટ્ટ સાંજના 5.11 સુધી વોટ્સએપ પર એક્ટિવ હતો. ત્યારે તોડકાંડ કેસ અંગે મગનું નામ મરી પાડવા તપાસ અધિકારી તૈયાર નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં વધતા જતા કૌટુંબિક ઝઘડાના કેસોનો ઝડપી નિવારણ થશે, સરકારે કરી વ્યવસ્થા 

તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત શરૂ

તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત હવે શરૂ થઇ છે. જેમાં PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે. તથા ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. જુનાગઢ તોડકાંડ મામલે ATSની કાર્યવાહી તેજ થઇ છે. જેમાં ATSએ આરોપી PI તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા છે. તેમાં અમદાવાદમાં તરલ ભટ્ટના ઘરે દરોડા પડતા આસપાસના લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત શરૂ થઇ છે.

આ પણ વાંચો: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો

PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે

જુનાગઢ પોલીસ તોડકાંડના મુદ્દે PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે. જેમાં ATSના તપાસનીશ અધિકારીને સેશન્સ કોર્ટનું તેડુ છે. PI તરલ ભટ્ટ નિર્દોષ, ખોટી રીતે ફસાવ્યાની દલીલ કરવામાં આવી છે. જેમાં તરલ ભટ્ટની દલીલો અંગે ચકાસણી કરાશે. ASI દીપક જાનીની માહિતી કોર્ટમાં રજૂ કરવાની શક્યતા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજીવાર ગુજરાત સરકાર તરફથી વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરશે

તરલ ભટ્ટ બિન્દાસપણે 26મી સાંજના 5.11 વાગ્યા સુધી વોટ્સએપ પર ઓનલાઇન

પાતાળમાંથી આંતકીઓને શોધી લાવનાર તેમજ કરોડોનું ડ્રગ્સ પકડીને ગુજરાત એટીએસ વાહવાહી અવાર નવાર મેળવી હોય છે ત્યારે આ જ એટીએસના હાથ વિવાદીત તરલ ભટ્ટને પકડવા માટે ટૂંકા પડયા છે. ફરિયાદ નોંધી છતાં પાંચ કલાક સુધી પીઆઇ તરલ ભટ્ટ ઓનલાઇન રહ્યા છતાં તપાસ એજન્સી તેમજ જૂનાગઢ પોલીસ વિવાદીત તરલ ભટ્ટની શોધીને પકડી શકી ન હતી. જુનાગઢ તોડકાંડની ફરિયાદ વિવાદીત પીઆઇ તરલ ભટ્ટ, SOG પીઆઇ એ.એમ.ગોહિલ અને ASI દિપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીને બપોરે 12.35 વાગ્યાની આસપાસ નોંધાતા સમગ્ર પોલીસબેડામાં ભારે હલચલ મચી ગઇ હતી. જેથી બન્ને પીઆઇ અને ASI ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આમ છતાં, વિવાદીત પીઆઇ તરલ ભટ્ટ બિન્દાસપણે 26મી સાંજના 5.11 વાગ્યા સુધી વોટ્સએપ પર ઓનલાઇન રહીને ઉપયોગ કરી રહ્યા હતા.

Back to top button