ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં તબાહી, ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ

Text To Speech

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઇઝરાયેલના હુમલામાં ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાયેલના હુમલામાં એક જ રાતમાં 22 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. સલમિયાએ કહ્યું કે ત્રણ દિવસમાં અલ શિફા હોસ્પિટલમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા છે. 7000થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ફસાયેલા છે. આમાં દર્દીઓ, તબીબી સ્ટાફ કર્મચારીઓ અને આશ્રય ગૃહોમાં રહેતા લોકો સામેલ છે.

ઇઝરાયેલની સેના ગાઝાની અલ-શિફા હોસ્પિટલને સતત નિશાન બનાવી રહી છે. IDFએ અલ-શિફા હોસ્પિટલની નીચે એક ટનલ હોવાનો દાવો કર્યો છે. અલ શિફા ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. ઈઝરાયેલના સૈનિકોએ અહીં કેટલાક કલાકો સુધી ઓપરેશન ચલાવ્યું હતું. IDFનું કહેવું છે કે અલ શિફા હોસ્પિટલ હમાસનું મુખ્ય મથક છે. ત્યાં હમાસનું કમાન્ડ સેન્ટર છે.

અલ-શિફા હોસ્પિટલની અંદર હથિયારો મળ્યાનો દાવો

ઇઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો અને હમાસની એક પિક-અપ ટ્રક મળી આવી છે. IDFએ દાવો કર્યો છે કે હમાસે અલ શિફા હોસ્પિટલમાં એકે-47, આરપીજી, ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો. જો કે ઈઝરાયલ આર્મીના આ દાવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ શિફા હોસ્પિટલનો જે ભાગ IDF ટનલ તરીકે બતાવી રહ્યું છે તે વાસ્તવમાં અલ શિફા હોસ્પિટલનું બંકર છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ શરૂઆતથી જ કહી રહ્યું છે કે બંધકોને અલ શિફા હોસ્પિટલની સુરંગમાં કેદ કરીને રાખ્યા છે. હમાસના લડવૈયાઓ છુપાયેલા છે.

આ પણ વાંચો: રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયેલના હુમલામાં 195 લોકો માર્યા ગયાનો ગાઝાનો દાવો

Back to top button