ટોપ ન્યૂઝવર્લ્ડ

તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી મૃત્યુઆંક 4300ને પાર, ભારતની NDRFની બે ટીમો તુર્કી જવા રવાના

  • તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી મૃત્યુઆંક 4300ને પાર
  • ભારતની NDRFની બે ટીમો તુર્કી જવા રવાના
  • અન્ય દેશોએ પણ મદદ માટે લંબાવ્યો હાથ

તુર્કીમાં આવેલો ભૂકંપ 2023ના વર્ષનો સૌથી મોટો ભૂકંપ બન્યો છે. 7.9ની તીવ્રતાવાળો આ ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા છે. તુર્કીયેમાં સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર હતું. તુર્કીયે અને સીરિયાના ભૂકંપના કારણે ભયંકર તબાહી વચ્ચે બંને દેશોમાં અત્યાર સુધીમાં 4300 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહત્વનું છે કે, સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. તુર્કીમાં 100 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ હોવાનું કહેવાય છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ 77 આફ્ટરશોક આવ્યા હતા. આમાંથી એક આંચકો 7.5ની તીવ્રતાનો હતો. જ્યારે ત્રીજા આંચકાની તીવ્રતા 6.0થી વધુ હતી.

તુર્કીમાં ભૂકંપ - Humdekhengenews

તુર્કી અને પડોશી દેશ સીરિયામાં સોમવારેના રોજ આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 4365 લોકોના મોત થયા છે. સાથે જ હજારો લોકો ઘાયલ થયા છે. તીવ્ર ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. ઘણી ઇમારતો પત્તાના મહેલની જેમ પડી ગઈ છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં 4365થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 14000થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, કહારનમારસના અલ્બિસ્તાન જિલ્લામાં 7.6 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. લેબનોન અને સીરિયા સહિત ઘણા પડોશી દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

5,606 ઈમારતો ધરાશાયી થઈ

તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી (એએફએડી)ના રિસ્ક રિડક્શન જનરલ મેનેજર ઓરહાન તાતારએ જણાવ્યું હતું કે અનાદોલુ એજન્સીના રિપોર્ટ અનુસાર ભૂકંપના કારણે 5,606 ઈમારતો ધરાશાયી થઈ છે. તાતારે કહ્યું કે કાટમાળમાંથી 6,800 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં લગભગ 9700 બચાવકર્મીઓ કામ કરી રહ્યા છે

ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી (AFAD) એ જણાવ્યું હતું કે લગભગ 9700 બચાવ કર્મચારીઓ આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે. તુર્કીના આરોગ્ય પ્રધાન કોકાએ જણાવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં ટીમો કામ કરી રહી છે અને તેમની શોધ અને બચાવ અને આરોગ્ય સેવાઓ ચાલુ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે અનેક દક્ષિણ પ્રાંતોમાં ભૂકંપ આવ્યા બાદ તુર્કી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરશે.

સાત દિવસનો રાષ્ટ્રીય શોક

એર્દોગને ટ્વીટમાં કહ્યું, “6 ફેબ્રુઆરીએ આપણા દેશમાં આવેલા ભૂકંપના કારણે સાત દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. 12 ફેબ્રુઆરી, રવિવારના રોજ સૂર્યાસ્ત સુધી અમારો ધ્વજ અડધી દાંડીએ રહેશે.”

ભૂકંપના આંચકા 46 વખત અનુભવાયા

તુર્કીમાં સોમવાર (6 ફેબ્રુઆરી) સવારથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 46 વખત આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 4.3 થી 7.8 નોંધવામાં આવી હતી. અત્યાર સુધીમાં તુર્કી સિવાય સીરિયાનો સરહદી વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે. સેંકડો ઈમારતો ધરાશાયી થવાને કારણે લગભગ 1300 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવાર (6 ફેબ્રુઆરી)ના રોજ આવેલા ભૂકંપને કારણે સૌથી વધુ વિનાશ તુર્કીમાં થયો છે. અહીં મૃતકોનો આંકડો 2400ની નજીક પહોંચી ગયો છે. તે જ સમયે, બચાવ કામગીરી સતત ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : તુર્કીમાં ફરી 7.6 તીવ્રતાના ભૂકંપથી હાહાકાર, અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત

4300 લોકોના મોત 

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 3 હજાર 800થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, તુર્કીમાં ઓછામાં ઓછા 2,921 લોકો મૃત્યુ પામ્યા છે, જે કુલ મૃત્યુઆંક 4,365 પર લઈ ગયો છે.

ભારતની NDRFની 2 ટીમો તુર્કી જવા રવાના

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને લઈને પીએમઓમાં બેઠક યોજાઈ હતી, ત્યારબાદ પીએમ મોદીના નિર્દેશ પર NDRFની બે ટીમ તુર્કી જવા રવાના થઈ ગઈ છે. ભારતીય વાયુસેના C-17 નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની શોધ અને બચાવ ટીમો સાથે તુર્કી જવા રવાના થઈ. આ વિમાન એક મોટા રાહત પ્રયાસનો એક ભાગ છે જે IAF દ્વારા અન્ય ભારતીય સંસ્થાઓ સાથે હાથ ધરવામાં આવશે.

અન્ય દેશો પણ આવ્યા મદદે

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે થયેલી તબાહી પર દુખ વ્યક્ત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડશે.ઈઝરાયેલે પણ તુર્કી તરફ મદદનો હાથ લંબાવ્યો. રેસ્ક્યુ ટીમ તુર્કી જવા રવાના થઈ છે. સીરિયાના ભૂકંપ પ્રભાવિત લોકોની મદદ માટે સ્પેન પણ આગળ આવ્યું છે. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે ખાસ પ્રશિક્ષિત સ્નિફર ડોગ્સ મોકલવામાં આવ્યા છે.

Back to top button