સાંસદ સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું – તેરા ભી મુસેવાલા…

- ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફ સલમાનને પણ ધમકી આપવામાં આવી હતી
સંજય રાઉતે કહ્યું, આવું પહેલીવાર નથી બન્યું, આ સરકાર આવ્યા પછી અમારી સુરક્ષા હટાવી લેવામાં આવી, મેં આ મામલે કોઈને કોઈ પત્ર લખ્યો નથી. સીએમનો પુત્ર મારા પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે.
આ પણ વાંચો : RSSના વડા મોહન ભાગવતે કહ્યું; ભાગલાથી પાકિસ્તાનની પ્રજા પણ દુ:ખી !
મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેને ધમકી આપનાર વ્યક્તિએ મેસેજ કર્યો હતો કે ‘હું તારો પણ મૂસેવાલા જેવો હાલ કરી દઈશ’. એવો દાવો કરવામાં આવે છે કે સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંજય રાઉતને એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ‘જો તમે દિલ્હીમાં મળી આવ્યા તો હું તમને એકે 47થી ઉડાવી દઈશ, સિદ્ધુ મૂસેવાલા કરી દઈશ’. સલમાન અને તું ફિક્સ. આ ધમકી લોરેન્સ બિશ્નોઈના નામે આપવામાં આવી છે. તેને ટેક્સ્ટ મેસજ પ્રાપ્ત થયો. પ્રાથમિક માહિતી મુજબ મેસેજ મોકલનાર વ્યક્તિ પુણેનો હોવાનું જાણવા મળે છે. જેમાં તેણે લખ્યું છે કે, હું મારી નાખીશ, હિન્દુ વિરોધી, દિલ્હીમાં મળીશ, સિદ્ધુ મુસેવાલા ટાઇપમાં તમને AK47થી ઉડાવી દઇશ.
આ અંગે સંજય રાઉતે શું કહ્યું?
બીજી તરફ સંજય રાઉતે કહ્યું છે કે આવું પહેલીવાર નથી થયું, આ સરકાર આવ્યા પછી અમારી સુરક્ષા હટાવી દેવામાં આવી, મેં આ મામલે કોઈને કોઈ પત્ર લખ્યો નથી. મુખ્યમંત્રીનો પુત્ર મારા પર હુમલાનું ષડયંત્ર રચે છે, સત્ય શું છે તે અમે જાણીએ છીએ. મને ગઈ કાલે પણ ધમકીઓ મળી છે, મેં આ અંગે પોલીસને જાણ કરી છે. ગૃહમંત્રીએ શું કર્યું તે જણાવો.
આ પણ વાંચો : અમૃતપાલ સામેની કાર્યવાહીથી ખાલિસ્તાનીઓ નારાજ, CM માનની પુત્રીને આપી ધમકી
સલમાનને પણ ધમકી આપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મ અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે 18 માર્ચે સલમાન ખાનને મોકલવામાં આવેલ ધમકીભર્યો ઈમેલ વિદેશમાં છુપાયેલા ગોલ્ડી બ્રારે મોકલ્યો હતો. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે સલમાન ખાનને મારવો તે તેના જીવનનો ઉદ્દેશ્ય છે. તેણે જેલમાંથી જ એક ન્યૂઝ ઈન્ટરવ્યુ આ વાત કરી હતી. જેમાં તેણે ગાયક સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.
લોરેન્સ વિશ્નોઈએ બીજું શું કહ્યું?
આ ઈન્ટરવ્યુ બાદ પોલીસ પ્રશાસન પર પણ સવાલો ઉઠ્યા હતા કે તેને જેલમાંથી આટલી સુવિધા કેવી રીતે મળી રહી છે. ગેંગસ્ટરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાને માફી માંગવી પડશે. સલમાને બિકાનેરના અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ. અત્યારે હું ગુંડો નથી, પણ સલમાન ખાનને મારીને ગુંડો બનીશ. મારા જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. જો સુરક્ષા હટાવી દેવામાં આવશે તો હું સલમાન ખાનને મારી નાખીશ. તેણે એમ પણ કહ્યું હતું કે, તે 4-5 વર્ષથી સલમાન ખાનને મારવા માંગતો હતો. મુસેવાલાની હત્યા પર તેણે કહ્યું હતું કે ગોલ્ડીએ જ કર્યું છે.