બિહારમાં મોતનું તાંડવ, છાપરામાં ઝેરીલી શરાબથી 73 લોકોના મોત
- છાપરા જીલ્લા બાદ અન્ય જિલ્લાઓમાં પણ ઝેરી દારૂ પીવાથી મોતના સમાચાર
- સારણ ઉપરાંત સિવાન અને બેગુસરાઈમાં પણ નોધાયા મૃત્યુ
- છપરામાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 73 લોકોના મોત
બિહારમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો વધીને 73 થયો છે. બિહારમાં ઝેરી દારૂનો કહેર વધી રહ્યો છે. ત્યારે બિહારના છપરા જિલ્લા બાદ અન્ય જિલ્લાઓમાં પણ ઝેરી દારૂના કારણે મોતના સમાચાર આવી રહ્યા છે. છાપરા સિવાય બેગુસરાઈ અને સિવાનમાં પણ ક્ષેરિ દારૂના કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બીજી તરફ જો છપરાના ઝેરી દારૂની ઘટનાની વાત સામે આવ રહી છે. જેનાથી અત્યાર સુધીમાં કુલ 73 લોકોના મોત થયા છે. જીલ્લા વહીવટતંત્ર દ્વારા 34 લોકોના મૃત્યુનો સતાવાર આંકડો આપવામાં આવી રહ્યો છે. છપરામાં મોતનો આંકડો સતત વધતા મૃતકોના સ્વજનોમાં ભય વધી રહ્યો છે.
અત્યાર સુધીમાં સદર હોસ્પીટલમાં 31 અને પટનામાં 3 દર્દીઓના મોત થયા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માત્ર 34 મૃત્યુનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ બિન-સરકારી આંકડા અલગ જ જોવા મળી રહ્યા છે. જે 75થી વધુ મૃત્યુની વાત કરી રહ્યા છે. આ બાબતોમાં સત્ય છે કારણે મોટાભાગના લોકો તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર પોસ્ટ મોર્ટમ વિના કરી રહ્યા છે. તેમજ ધન લોકોએ રોશની પણ ગુમાવી દીધી છે, જેમની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે. મશરક તખ્ત, યદુ મોડ, પચખંડા, બહરૌલી બેનાચપરા ખોખિયા, ગંગૌલી, ગોપાલવાડી, હનુમાનગંજ અને ઇસુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડોઇલા અને મહુલીમાં નકલી દારૂ પીવાથી લોકો મૃત્યુ પામ્યા છે.