લાલ કિલ્લા પર હુમલાના દોષિત અશફાક આરિફને ફાંસીની સજા યથાવત, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં લાલ કિલ્લા હુમલાના કેસમાં દોષિત મોહમ્મદ અશફાક આરિફને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખી હતી. ચીફ જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજી ફગાવી દીધી હતી.
Supreme Court dismissed the review petition of Mohammad Arif alias Ashfaq challenging the top court's earlier order, upholding the death sentence awarded to him in connection with the 2000 Red fort attack case pic.twitter.com/wUNudyccpe
— ANI (@ANI) November 3, 2022
લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આરીફને 22 ડિસેમ્બર 2000ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં આર્મી બેરેક પર હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ હુમલાના માસ્ટરમાઇન્ડ માનવામાં આવતા આરિફને વર્ષ 2005માં દિલ્હીની ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. તે જ સમયે, વર્ષ 2007 માં, દિલ્હી હાઈકોર્ટે ફાંસીની સજાને સમર્થન આપ્યું હતું. 2011માં સુપ્રીમ કોર્ટે પણ દોષિતની ફાંસીની સજાને યથાવત રાખી હતી.
ડિસેમ્બર 2000માં થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આરીફની પત્ની રહેમાના યુસુફ ફારૂકી સાથે ધરપકડ કરવામાં આવી હતી. 2005માં ટ્રાયલ કોર્ટે આરિફ સહિત 6 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તમામ પર હત્યા, ગુનાહિત કાવતરું અને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, આરીફ સિવાય અન્ય લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. વર્ષ 2007માં તેમને હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી. તે દરમિયાન અન્ય આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા.
22 ડિસેમ્બર 2000 ના રોજ શું થયું
22 વર્ષ પહેલા 22 ડિસેમ્બરે કેટલાક ઘૂસણખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરીને ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. જેમાં 7મી રાજપૂતાના રાઈફલ્સના બે સૈનિકોનો સમાવેશ થાય છે. બાદમાં પાકિસ્તાની નાગરિક આરિફની ધરપકડ કરવામાં આવી હતી. 10 ઓગસ્ટ 2011ના રોજ પણ સર્વોચ્ચ અદાલતે ખામી સામે દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો : દિલ્હીઃ PM મોદીએ 500 લોકોને આપી પાક્કા મકાનની ચાવી